Rajkot : ભારવામાં અષાઢી માહોલ, શહેરમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો
રાજકોટમાં વરસાદ
Rajkot : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલ્ટા સાથે વાદળછાયુ વરસાદ છવાયેલુ રહ્યું હતું અને અમુક જગ્યાએ હળવો તો કોઇ જગ્યાએ ભારે વરસાદ પડયો હતો. ત્યારબાદ કાલે રવિવારે સાંજના સમયે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને અનેક વિસ્તારોમાં હળવોથી ભારે વરસાદ પડયો હતો. જેમાં રાજકોટમાંગઇ કાલે (રવિવારે) સાંજના 7 વાગ્યાથી વરસાદ શરૂ થયો હતો અને રાત્રીના 12 વાગ્યાથી કડાકા-ભડાકા સાથે મેઘરાજા મહેરબાન થયા હતા.
આ પણ જુઓ : રાજકોટઃ ભાદર ડેમમાં પહોંચ્યાં નર્મદાના નીર, પૂજા વિધિથી કરાયું સ્વાગત
રાજકોટમાં સોમવારે સવારે 8 વાગ્યા સુધી 8 ઈંચ વરસાદ ખાબક્યો
આજે સોમવાર સવારના 8 વાગ્યા સુધીમાં 204 મી.મી. એટલે કે 8 ઇંચ વરસાદ પડયાનું જીલ્લા ફલડ કંટ્રોલરૂમ દ્વારા જાણવા મળ્યું છ. જયારે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાદરવા અષાઢી રમઝટ બોલી છે. અડધાથી 4 ઇંચ મેઘમહેર થઇ છે. જેમાં માણાવદર 4 ઇંચ અબડાસા, કોટડાસાંગાણી, જામનગર, કાલાવડ, જોડીયા ૩ ઇંચ, જામજોધપુર, લોધીકા અને ઉનામાં અઢી ઇંચ, માંડવી, ઉમરાળા, ચુડા, મોરબી, વાંકાનેર, કલ્યાણપુરમાં 2 ઇંચ વરસાદ પડયો હતો. વાવણી બાદ પિયતની જરૂરીયાત વખતે જ સર્વત્રિત વરસાદ પડતા ખેડુતો રાજીના રેડ થઇ ગયા છે ડેમ, ચેકડેમ નદી, નાળા, તળાવોમાં નવા નીર આવતા સર્વત્ર ખુશાલી છવાઇ છે.
આ પણ જુઓ : Rajkot Rain: 24 કલાકમાં ખાબક્યો 8 ઈંચ વરસાદ, આવી પડી અસર
ઉપલેટા તાલુકામાં ભારે વરસાદ
હવામાન વિભાગ, અમદાવાદના આજની આગાહી અનુસાર ગુજરાત રીઝીયન/સૌરાષ્ટ્રના જામનગર જિલ્લા સહિતના અમુક સ્થળોએ તા.1 સપ્ટેમ્બર 2019 થીતા. 2 સપ્ટેમ્બર 2019 અને તા.4 સપ્ટેમ્બર 2019 ના હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહી/ચેતવણી આપવામાં આવેલ છે. જેથી જાહેર જનતાએ જેની નોંધ લેવા જામનગર કલેકટરની એક યાદીમાં જણાવાયું છે. ઉપલેટા શહેર તથા તાલુકામાં હળવા ભારે વરસાદના સમાચાર ઉપલેટામાં છેલ્લા પાંચ દિવસથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે અને હળવા ભારે ઝાપટા વચ્ચે તાલુકાના લાઠી ગામે પણ વરસાદ થયાના અહેવાલ મળી રહ્યા છે.
આ પણ જુઓ : રાજકોટ પર મેઘો થયો મહેરબાન, ચાર કલાકમાં સાડા પાંચ ઈંચ વરસાદ
આજે સવારથી લઇ અત્યાર સુધીમાં ઉપલેટા તાલુકાના લાખ તેમજ ભીમોરા ગામે ચાર કલાકમાં ત્રણ ઇંચ વરસાદ વરસી ગયાના સમાચાર મળી રહ્યા છે. ઉપલેટા શહેરમાં અડધો ઇંચ જેવો વરસાદ નોંધાયેલો છે.


