રાજકોટઃ ભાદર ડેમમાં પહોંચ્યાં નર્મદાના નીર, પૂજા વિધિથી કરાયું સ્વાગત

Published: Jun 17, 2019, 12:56 IST | Bhavin
 • રાજકોટના આજી 1 ડેમ અને ન્યારી 1 ડેમમાં નર્મદાનું પાણી પહોંચી ચૂક્યુ છે. ત્યારે હવે ભાદર ડેમમાં પણ નર્મદાનું પાણી પહોંચાડવામાં આવ્યા છે.

  રાજકોટના આજી 1 ડેમ અને ન્યારી 1 ડેમમાં નર્મદાનું પાણી પહોંચી ચૂક્યુ છે. ત્યારે હવે ભાદર ડેમમાં પણ નર્મદાનું પાણી પહોંચાડવામાં આવ્યા છે.

  1/8
 • ભાદર ડેમમાં નર્મદાનું પાણી પહોંચતા રાજકોટ શહેર સહિત જેતપુર, ગોંડલ, શાપર, વેરાવળ, અને ભાદર રાજકોટના 14 ગામોમાં પીવાના પાણીની સમસ્યા ઉકેલાઈ ચૂકી છે.

  ભાદર ડેમમાં નર્મદાનું પાણી પહોંચતા રાજકોટ શહેર સહિત જેતપુર, ગોંડલ, શાપર, વેરાવળ, અને ભાદર રાજકોટના 14 ગામોમાં પીવાના પાણીની સમસ્યા ઉકેલાઈ ચૂકી છે.

  2/8
 • રાજકોટના જીવાદોરી સમાન ત્રણેય ડેમમાં નર્મદાનું પાણી પહોંચતા હવે રાજકોટ જિલ્લાને પાણીની સમસ્યા નડે તેવી શક્યતા નહિવત્ છે.

  રાજકોટના જીવાદોરી સમાન ત્રણેય ડેમમાં નર્મદાનું પાણી પહોંચતા હવે રાજકોટ જિલ્લાને પાણીની સમસ્યા નડે તેવી શક્યતા નહિવત્ છે.

  3/8
 • ઉલ્લેખનીય છે કે સૌની યોજના હેઠળ રાજકોટના હૃદય સમ્રાટ એવા આજી ડેમને નર્મદા નીરથી ભરી દેવાયો છે. માત્ર ૭ મહિનાના ગાળામાં 31 કિ.મી.ની પાઇપલાઇન તાત્કાલી નાખ્યા બાદ આજી ડેમમાં નર્મદાનું પાણી પહોંચ્યું છે.

  ઉલ્લેખનીય છે કે સૌની યોજના હેઠળ રાજકોટના હૃદય સમ્રાટ એવા આજી ડેમને નર્મદા નીરથી ભરી દેવાયો છે. માત્ર ૭ મહિનાના ગાળામાં 31 કિ.મી.ની પાઇપલાઇન તાત્કાલી નાખ્યા બાદ આજી ડેમમાં નર્મદાનું પાણી પહોંચ્યું છે.

  4/8
 • સૌની યોજના પાછળ 380 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. લોકસભા પૂર્વે સૌની યોજના રાજકોટના ન્યારી-૧ ડેમમાં પણ સૌની યોજના હેઠળ નર્મદાના પાણી પહોંચાડી દેવાયા હતાં

  સૌની યોજના પાછળ 380 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. લોકસભા પૂર્વે સૌની યોજના રાજકોટના ન્યારી-૧ ડેમમાં પણ સૌની યોજના હેઠળ નર્મદાના પાણી પહોંચાડી દેવાયા હતાં

  5/8
 • ભાદર ડેમમાં નર્મદાના નીર પહોંચતા ભાજપના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે પૂજા વિધિથી પાણીનું સ્વાગત કર્યું હતું. 

  ભાદર ડેમમાં નર્મદાના નીર પહોંચતા ભાજપના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે પૂજા વિધિથી પાણીનું સ્વાગત કર્યું હતું. 

  6/8
 • આ દરમિયાન મેયર બીનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદય ગકાનગડ, મ્યુનિ કમિ. બંછાનિધિ પાની,  શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજય પરમાર, વોટર વર્ક્સ કમિટીના ચેરમેન દેવરાજ મકવાણા હાજર રહ્યા હતા. 

  આ દરમિયાન મેયર બીનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદય ગકાનગડ, મ્યુનિ કમિ. બંછાનિધિ પાની,  શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજય પરમાર, વોટર વર્ક્સ કમિટીના ચેરમેન દેવરાજ મકવાણા હાજર રહ્યા હતા. 

  7/8
 • હવે સૌની યોજના હેઠળ ભાદર ડેમમાં પણ નર્મદાનું પાણી પહોંચતા રાજકોટ જિલ્લાના લોકો રાજ્ય સરકાર પર આફરીન પોકારી રહ્યા છે.

  હવે સૌની યોજના હેઠળ ભાદર ડેમમાં પણ નર્મદાનું પાણી પહોંચતા રાજકોટ જિલ્લાના લોકો રાજ્ય સરકાર પર આફરીન પોકારી રહ્યા છે.

  8/8
 • loading...

ફોટોઝ વિશે

રાજકોટના આજી 1 અને ન્યારી 1 ડેમ ખાલી થતા ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું. અન રાજકોટ માથે પીવાના પાણીનું સંકટ તોળાયું હતું. જો કે આ બંને ડેમમાં સૌની યોજના અંતર્ગત નર્મદાના નીર પહોંચતા શહેરીજનોને રાહત મળી. હવે જિલ્લાના ત્રીજા ભાદર ડેમમાં પણ નર્મદાના નીર પહોંચી ચૂક્યા છે. (Imaage Courtesy: Bipin Tankariya)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK