વડોદરાઃ ઈયરફોન લગાવીને સફાઈ કરી રહેલી મહિલાનું માથું લિફ્ટ ફસાઈ જતા મોત
ઈયરફોન લગાવીને સફાઈ કરી રહેલી મહિલાનું માથું લિફ્ટ ફસાઈ જતા મોત
શહેરના સરદાર એસ્ટેટમાં સોમવારે સવારે ઈયરફોન લગાવીને લિફ્ટની સફાઈ કરી રહેલી એક મહિલા કર્મચારીનું માથું લિફ્ટમાં ફસાય ગયું, જેના કારણે તેનું મોત થઈ ગયું. ઘટના બાદ ફાયર બ્રિગેડ અને પોલીસોને કાફલો ઘટના સ્થળે પહોંચ્યો.
જાણકારી પ્રમાણે, મૂળ ઉત્તર પ્રદેશના મીરજાપુર નિવાસી સુશીલાબહેન વિશ્વકર્મા વડોદરાના આજવા રોડ પર આવેલા ચામુંડાનગર વિસ્તારમાં રામમુરત યાદવના મકાનમાં ભાડે રહેતા હતા. તે સરદાર એસ્ટેટમાં પ્લાસ્ટિકનું ઉત્પાન કરતી મારૂતિ પ્લાસ્ટિક નામની કંપનીમાં સાફ સફાઈનું કામ કરતી હતી. સોમવારે સવારે 8 વાગ્યે ઈયરફોન લગાવીને તે લિફ્ટની સફાઈ કરી રહી હતી.
આ પણ વાંચોઃ ગાંધીનગરઃ અલ્પેશ ઠાકોર જોડાશે ભાજપમાં! નીતિન પટેલ સાથેની મુલાકાત બાદ ચર્ચા
ADVERTISEMENT
સફાઈ કરી રહી હતી તે દરમિયાન જ લિફ્ટ ચાલુ થઈ ગઈ અને તેનું માથું લિફ્ટમાંથી ફસાઈને ધડથી અલગ થઈ ગયું. કંપનીને સંચાલકોએ તરત જ ઘટનાની સૂચના પોલીસ અને ફાયર કર્મીઓને આપી. ફાયર ઑફિસર એમએન મોઢે આપેલી માહિતી અનુસાર લિફ્ટમાં મહિલા ફસાઈ ગઈ. ઘટના સમયે મહિલાએ કાનમાં ઈયરફોન લગાવ્યા હતા. પોલીસે મામલો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે.