Gujarat Road Accident: આ ભયાવહ ઘટનામાં ત્રણ મહિલાઓ અને બે બાળકોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા હતા. ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
પ્રતીકાત્મક તસવીર
ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાંથી રોડ અકસ્માત (Gujarat Road Accident)ની એક ભયાવહ ઘટના સામે આવી છે. અહીં અત્યારે ઘણી જગ્યાએ રોડ કન્સ્ટ્રક્શનનાં કામ ચાલી રહ્યાં છે. આ પ્રકારના કામ દરમિયાન જ એક ઘટના બની છે.
રોડ કન્સ્ટ્રક્શનનાં કામ દરમિયાન એક ટ્રકે કેટલાક કામદારોને કચડી નાખ્યા હોવાની માહિતી મળી રહી છે. થરાદ નેશનલ હાઇવે પર આ ઘટના બની છે. આ ભયાવહ ઘટનામાં ત્રણ મહિલાઓ અને બે બાળકોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા હતા. જોકે, મહિલા અને બાળકને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
ADVERTISEMENT
ક્યારે બની આ ઘટના?
Gujarat Road Accident: પ્રાપ્ત માહિતી અનુસાર શનિવારે સાંજે બનાસકાંઠાના ખેનગરપુરા ગામ પાસે આ ઘટના બની હતી. ડેપ્યુટી સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ એસ. એમ. વરોતરિયાએ જણાવ્યું હતું કે, આ ઘટના ત્યારે બની જ્યારે એક ડમ્પરે સાંકડી ગલીમાંથી પસાર થવાનો પ્રયાસ કર્યો હતો. માર્ગ સાંકડો હતો અને ત્યાં રોડ નિર્માણનાં કાર્યમ કેટલાક મજૂરો પણ રોકાયા હતા. આ ટ્રક પલટી ખાઈ જતાં આ મજૂરો પર જ પડ્યો હતો. ટ્રક પલટી ખાઈ ગયા બાદ તરત ક્રેન અને બુલડોઝર બોલાવી લેવામાં આવ્યા હતા અને તેની મદદથી ટ્રક નીચે કચડાઈ ગયેલા મજૂરોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. લગભગ આ લોકોને બહાર કાઢવામાં જ બે કલાકનો સમય થઈ ગયો હતો. ડમ્પર નીચે ફસાયેલા ચાર લોકોને બહાર કાઢવામાં આવ્યા બાદ તુરંત જ નજીકની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
થરાદની સરકારી હોસ્પિટલના તબીબી અધિકારીએ આ મુદ્દે (Gujarat Road Accident) માહિતી આપતા જણાવ્યું હતું કે ચાર લોકોને હોસ્પિટલમાં મૃત લાવવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. મૃતકોની ઓળખ રેણુકાબેન ગનવા કે જેમની ઉંમર 24 વર્ષ તો સોનલબેન નિનામા કે જેમની ઉંમર 22 વર્ષ અને 40 વર્ષનાં ઇલાબેન ભાભોર અને બે વર્ષના બાળક રુદ્રનાં મોત થયા હતા.
ડાંગમાં એક બસ ખીણમાં પડી ગઈ હતી
આ પહેલા પણ ગુજરાતના ડાંગ જિલ્લામાં બનેલ ઘટનાએ હચમચાવી (Gujarat Road Accident) મૂક્યા હતા. 2 ફેબ્રુઆરીને દિવસે જ વહેલી સવારે સપુતારા હિલ સ્ટેશન નજીક યાત્રાળુઓને લઈ જતી એક ખાનગી બસ ઊંડી ખીણમાં પડી ગઈ હતી. આ દુર્ઘટનામાં 5 લોકોના મોત થયા હતા અને 17 લોકો ઘાયલ થયા હતા. સાપુતારા હિલ સ્ટેશન નજીક સવારે 4:30 વાગ્યે બનેલ આ બીનામાં ડ્રાઈવરે વાહન પરનો કાબુ ગુમાવ્યો અને વાહન ઊંડી ખીણમાં ગરકાવ થઈ ગયું હતું. આ બસમાં 40થી વધુ મુસાફરો સવાર હતા. બસ રસ્તા પરથી લપસી ગઈ હતી અને 35 ફૂટ ઊંડી ખીણમાં પડી હતી.

