૪ વર્ષનો દીકરો પાર્કિંગ એરિયામાં રમી રહ્યો હતો. એ વખતે એક અન્ય કાર-ડ્રાઇવર તેની કારથી એ છોકરાને અડફેટે લઈ ગંભીર ઈજા પહોંચાડી નાસી ગયો હતો
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
નાશિકના પાથર્ડી વિસ્તારમાં આવેલી એક હોટેલના પાર્કિંગમાં રમી રહેલા ચાર વર્ષના છોકરાને કાર-ડ્રાઇવરે અડફેટે લેતાં તેનું કરુણ મોત થયું હતું. ઘટનાની જાણ થતાં આખા વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.
અકસ્માતની આ ઘટના બુધવારે સાંજે બની હતી. મુંબઈ-આગરા રોડ પર પાથર્ડીમાં આવેલી એક હોટેલના પાર્કિંગમાં એ છોકરો તેના પપ્પા સાથે આવ્યો હતો. તેના પપ્પા ડ્રાઇવર છે. કેટલાક કસ્ટમરને તેના પપ્પાએ કારમાં હોટેલમાં છોડ્યા હતા. એ પછી તે કાર પાર્ક કરી રહ્યા હતા ત્યારે તેનો ૪ વર્ષનો દીકરો પાર્કિંગ એરિયામાં રમી રહ્યો હતો. એ વખતે એક અન્ય કાર-ડ્રાઇવર તેની કારથી એ છોકરાને અડફેટે લઈ ગંભીર ઈજા પહોંચાડી નાસી ગયો હતો. છોકરાના પપ્પા અને સિક્યૉરિટી સ્ટાફ તરત જ એ છોકરાને નજીકની હૉસ્પિટલમાં લઈ ગયા હતા, પણ ગંભીર ઈજા થતાં છોકરાનું મોત થયું હતું.


