Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > 7 દાયકામાં પહેલી વાર નર્મદા ડેમ ઐતિહાસિક સપાટીએ, PM કરશે વધામણા

7 દાયકામાં પહેલી વાર નર્મદા ડેમ ઐતિહાસિક સપાટીએ, PM કરશે વધામણા

15 September, 2019 07:42 AM IST | રાજપીપળા

7 દાયકામાં પહેલી વાર નર્મદા ડેમ ઐતિહાસિક સપાટીએ, PM કરશે વધામણા

(ફાઈલ તસવીર)

(ફાઈલ તસવીર)


ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમે આજે 70 વર્ષમાં પ્રથમ વાર 138 મીટરની ઐતિહાસિક સપાટી વધાવી દીધી છે. નર્મદા ડેમે સપાટી પાર કરતા રાજ્ય સરકારે તેની ઉજવણી કરવાનું નક્કી કર્યું છે. આ અવસનરે ગુજરાતની ભાજપ સરકાર અને સંગઠને 17 સપ્ટેમ્બર એટલે કે વડાપ્રધાન મોદીને 70માં જન્મ દિવસે આ ઐતિહાસિક ઘટનાની નમામી દેવી નર્મદે ઉજવણી કરશે. 70 વર્ષમાં નર્મદા ડેમે આ ઐતિહાસિક સપાટી વટાવી છે અને વડાપ્રધાન મોદી 70માં વર્ષ પ્રવેશ કરી રહ્યા છે . જેથી તેઓ પોતાના જન્મદિવસે તેઓ નર્મદા નીરના વધામણા કરશે. વડાપ્રધાન મોદીના આગમનના પગલે રેન્ડ આઈજી અભય ચુડાસમાએ લેખિત ઓર્ડર કરીને છોટાઉદેપુર, નર્મદા, વડોદરા, ભરૂચ એમ ચાર જિલ્લાના પોલીસ અધિકારીઓની રજા રદ કરી છે. તેમને બીજા કર્મચારીઓની રજા પણ રદ કરીને તેમને પરત બોલાવવામાં આવ્યા છે.

પીએમના આગમનને લઈને તૈયારી
વડાપ્રધાન મોદીના આગમનને લઈને રાજ્ય સરકાર તૈયારીમાં લાગી ગઈ છે. સાથે જ કેવડિયા જિલ્લામાં સુરક્ષા ચુસ્ત કરવામાં આવી છે. તમામ સ્થળો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. વડાપ્રધાન મોદી સવારે ગુજરાત આવશે અને માતા હીરાબાના આશીર્વાદ લેશે. ત્યારબાદ તેઓ કેવડિયા પહોંચશે. જ્યાં હેલિકોપ્ટરથી આકાશી નજારો નિહાળશે અને બાદમાં હેલિપેડ પર ઉતરાણ કરી નર્મદા મૈયાને ચૂંદડી અને શ્રીફળ અર્પણ કરી વધામણા કરશે. વડાપ્રધાન મોદી અહીં જનસભાને સંબોધન પણ કરશે. જેમાં 10 હજાર લોકો હાજર રહે તેવી શક્યતાઓ છે.

વડાપ્રધાન મોદી પોતાના જન્મદિવસે નર્મદા બંધની મુલાકાતે આવી રહ્યા છે. જેને લઈને તંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ડેમના દરવાજામાંથી બહાર નીકળતા પાણીના અવરોધ સમાન ઝાડી, ઝાંખરા,મોટા લાકડા કાઢવા માટે તંત્ર પ્રયાસ કરી રહ્યું છે. રાજ્ય સરકારે પણ તેની તૈયારી શરૂ કરી દીધી છે. નર્મદા બંધની સ્થિતિ પર વડાપ્રધાન અને મુખ્યમંત્રીના કાર્યાલયની સતત નજર છે.

આ પણ જુઓઃ જ્યારે ઓજસ રાવલે ટોરેન્ટોની ધરતી સજીવન કર્યા ગાંધીજીને....



ગુજરાતને મળશે ભેટ!
રાજ્યને જળકટોકટીમાંથી ઉગારવા માટે તેમના જન્મદિવસે ખાસ ભેટ વડાપ્રધાન મોદી આપી શકે છે. વડાપ્રધાન મોદીના જન્મદિવસે કેવડિયા ખાતે નર્મદા નીરના વધામણા અને મહાઆરતી કરવામાં આવશે તેવું પણ મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું છે


Whatsapp-channel Whatsapp-channel

15 September, 2019 07:42 AM IST | રાજપીપળા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK