જ્યારે ઓજસ રાવલે ટોરેન્ટોની ધરતી સજીવન કર્યા ગાંધીજીને....

Published: Sep 14, 2019, 12:21 IST | Falguni Lakhani
 • ગાંધીજીની જન્મજયંતિના 150 વર્ષની ઉજવણીના ભાગરૂપે કેનેડાના ટોરેન્ટોમાં ખાસ 'સાબરમતી કે સંત' નાટક ભજવવામાં આવ્યું.

  ગાંધીજીની જન્મજયંતિના 150 વર્ષની ઉજવણીના ભાગરૂપે કેનેડાના ટોરેન્ટોમાં ખાસ 'સાબરમતી કે સંત' નાટક ભજવવામાં આવ્યું.

  1/19
 • નાટકમાં ગાંધીજીની સફર અને તેના મહત્વના પ્રસંગો જેવા કે દાંડી કૂચ, ટોલ્સટોય ફાર્મ, જેલવાસ, કસ્તુરબાનું નિધન જેવા પ્રસંગોને આવરી લેવામાં આવ્યા છે.

  નાટકમાં ગાંધીજીની સફર અને તેના મહત્વના પ્રસંગો જેવા કે દાંડી કૂચ, ટોલ્સટોય ફાર્મ, જેલવાસ, કસ્તુરબાનું નિધન જેવા પ્રસંગોને આવરી લેવામાં આવ્યા છે.

  2/19
 • રંગ દે ઈન્ડિયા પ્રોગ્રામ અંતર્ગત આ નાટક ભજવવામાં આવ્યું હતું. એપી પ્રોડક્શન, મુવિંગ પિક્સલ્સ અને મ્યુઝિકાએ મળીને આ ઑડિયો, વિઝ્યુઅલ પ્લે તૈયાર કર્યું છે.

  રંગ દે ઈન્ડિયા પ્રોગ્રામ અંતર્ગત આ નાટક ભજવવામાં આવ્યું હતું. એપી પ્રોડક્શન, મુવિંગ પિક્સલ્સ અને મ્યુઝિકાએ મળીને આ ઑડિયો, વિઝ્યુઅલ પ્લે તૈયાર કર્યું છે.

  3/19
 • આ નાટકની ખાસિયત એ હતી કે તેમાં ઑડિયો-વિઝ્યુઅલ પ્લેની સાથે લાઈવ ડાન્સ અને ઑડિયો વિઝ્યુઅલ LED પણ હતી.

  આ નાટકની ખાસિયત એ હતી કે તેમાં ઑડિયો-વિઝ્યુઅલ પ્લેની સાથે લાઈવ ડાન્સ અને ઑડિયો વિઝ્યુઅલ LED પણ હતી.

  4/19
 • નાટકમાં બે વિદ્યાર્થીઓને ગાંધીજી વિશે વાંચન કરીને પરીક્ષા આપવાની તૈયારી કરતા બતાવવામાં આવ્યા છે. તેઓ વાંચીને કંટાળી ગયા છે અને ત્યારે બાપુ તેમને મળવા આવે છે અને તેમની જીવન સફર પર લઈ જાય છે.

  નાટકમાં બે વિદ્યાર્થીઓને ગાંધીજી વિશે વાંચન કરીને પરીક્ષા આપવાની તૈયારી કરતા બતાવવામાં આવ્યા છે. તેઓ વાંચીને કંટાળી ગયા છે અને ત્યારે બાપુ તેમને મળવા આવે છે અને તેમની જીવન સફર પર લઈ જાય છે.

  5/19
 • નાટક વર્તમાન અને ભવિષ્યકાળમાં ચાલે છે. જેમાં એક ખૂણામાં ગાંધીજી વિદ્યાર્થીઓ સાથે વાત કરી છે અને સાથે બીજી બાજુ ગાંધીજી તેમના જીવનની જે ક્ષણોની વાત કરે છે તે ચાલે છે.

  નાટક વર્તમાન અને ભવિષ્યકાળમાં ચાલે છે. જેમાં એક ખૂણામાં ગાંધીજી વિદ્યાર્થીઓ સાથે વાત કરી છે અને સાથે બીજી બાજુ ગાંધીજી તેમના જીવનની જે ક્ષણોની વાત કરે છે તે ચાલે છે.

  6/19
 • નાટકની ખાસ વાત એ હતી કે બે અલગ અલગ દ્રશ્યો વચ્ચે જ્યાં ટ્રાન્ઝિશન રાખવાનું હોય ત્યાં લાઈવ ડાન્સ રાખવામાં આવ્યો હતો.

  નાટકની ખાસ વાત એ હતી કે બે અલગ અલગ દ્રશ્યો વચ્ચે જ્યાં ટ્રાન્ઝિશન રાખવાનું હોય ત્યાં લાઈવ ડાન્સ રાખવામાં આવ્યો હતો.

  7/19
 • ગાંધીજીના જીવન પર ઉંડી અસર કરનાર જલિયાવાલા બાગના પ્રસંગને પણ નાટકમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવ્યો હતો. લાઈટ સાઉન્ડ અને એક્શનનો સારો સમન્વય આ નાટકમાં હતો.

  ગાંધીજીના જીવન પર ઉંડી અસર કરનાર જલિયાવાલા બાગના પ્રસંગને પણ નાટકમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવ્યો હતો. લાઈટ સાઉન્ડ અને એક્શનનો સારો સમન્વય આ નાટકમાં હતો.

  8/19
 • નાટકને ડિઝાઈન અને ડિરેક્ટ નિસર્ગ ત્રિવેદીએ કર્યું છે. જેમાં કેનેડામાં વસતા ગુજરાતીઓએ પણ ભાગ લીધો છે.

  નાટકને ડિઝાઈન અને ડિરેક્ટ નિસર્ગ ત્રિવેદીએ કર્યું છે. જેમાં કેનેડામાં વસતા ગુજરાતીઓએ પણ ભાગ લીધો છે.

  9/19
 • ટોરેન્ટોના જ જેનિતા શાહે નાટકમાં કસ્તુરબાની ભૂમિકા નિભાવી હતી. નાટક પાછળ વિચાર પણ જેનિતા અને અદિતીનો હતો.

  ટોરેન્ટોના જ જેનિતા શાહે નાટકમાં કસ્તુરબાની ભૂમિકા નિભાવી હતી. નાટક પાછળ વિચાર પણ જેનિતા અને અદિતીનો હતો.

  10/19
 • નાટક સાથે ઑડિયન્સને કનેક્ટ કરવા માટે દાંડી યાત્રા ઑડિયન્સની વચ્ચેથી કાઢવામાં આવી હતી.

  નાટક સાથે ઑડિયન્સને કનેક્ટ કરવા માટે દાંડી યાત્રા ઑડિયન્સની વચ્ચેથી કાઢવામાં આવી હતી.

  11/19
 • પ્રેક્ષકોની પ્રતિભાવની વાત કરતા ઓજસ કહે છે કે, 'અમારો શો હાઉસફુલ થઈ ગયો હતો, લોકોએ વધારે શોની માંગણી કરી હતી.જો કે તે શક્ય ન બન્યું.'

  પ્રેક્ષકોની પ્રતિભાવની વાત કરતા ઓજસ કહે છે કે, 'અમારો શો હાઉસફુલ થઈ ગયો હતો, લોકોએ વધારે શોની માંગણી કરી હતી.જો કે તે શક્ય ન બન્યું.'

  12/19
 • નાટક બાદ ઓજસ કહે છે કે, અમને મળવા એવા પણ લોકો આવ્યા હતા જેમણે ગાંધીજીને લાઈવ સાંભળ્યા છે. તેઓ ખૂબ જ ખુશ હતા કે તેમના પૌત્ર-પૌત્રીઓ આ નાટક જોઈ રહ્યા છે.

  નાટક બાદ ઓજસ કહે છે કે, અમને મળવા એવા પણ લોકો આવ્યા હતા જેમણે ગાંધીજીને લાઈવ સાંભળ્યા છે. તેઓ ખૂબ જ ખુશ હતા કે તેમના પૌત્ર-પૌત્રીઓ આ નાટક જોઈ રહ્યા છે.

  13/19
 • ગાંધીજીના પાત્રને કરવાનો અનુભવ યાદ કરતા ઓજસ કહે છે કે, લોકો માનવા જ તૈયાર નહોતા કે લેડિઝ સ્પેશિયલમાં ડૉક્ટર અમર દેસાઈની ભૂમિકા કરતા કલાકારે જ ગાંધીજીની ભૂમિકા પણ નિભાવી છે.

  ગાંધીજીના પાત્રને કરવાનો અનુભવ યાદ કરતા ઓજસ કહે છે કે, લોકો માનવા જ તૈયાર નહોતા કે લેડિઝ સ્પેશિયલમાં ડૉક્ટર અમર દેસાઈની ભૂમિકા કરતા કલાકારે જ ગાંધીજીની ભૂમિકા પણ નિભાવી છે.

  14/19
 • મહાત્મા ગાંધીના પાત્રને સજીવન કરવા ઓજસે ખાસ હોમવર્ક કર્યું હતું. તેણે ગાંધીજીના જૂના ફૂટેજ જોયા હતા. જેથી તેમની બેસવાની સ્ટાઈલ તેમના લૂકને આત્મસાત કરી શકાય.

  મહાત્મા ગાંધીના પાત્રને સજીવન કરવા ઓજસે ખાસ હોમવર્ક કર્યું હતું. તેણે ગાંધીજીના જૂના ફૂટેજ જોયા હતા. જેથી તેમની બેસવાની સ્ટાઈલ તેમના લૂકને આત્મસાત કરી શકાય.

  15/19
 • ઓજસ કહે છે કે, આ વ્યક્તિત્વને સ્ટેજ પર સાકાર કરવું થોડું અઘરૂં હતું. મને ડર હતો કે હું તેને ન્યાય આપી શકીશ કે નહીં.

  ઓજસ કહે છે કે, આ વ્યક્તિત્વને સ્ટેજ પર સાકાર કરવું થોડું અઘરૂં હતું. મને ડર હતો કે હું તેને ન્યાય આપી શકીશ કે નહીં.

  16/19
 • ગાંધીજીના પાત્ર માટે ઓજસનો ગેટઅપ પણ ખાસ હતો. તેના માટે વિગ અને મુંછ રમેશ દળવીએ તૈયાર કરીને આપ્યા હતા.

  ગાંધીજીના પાત્ર માટે ઓજસનો ગેટઅપ પણ ખાસ હતો. તેના માટે વિગ અને મુંછ રમેશ દળવીએ તૈયાર કરીને આપ્યા હતા.

  17/19
 • જો કે આ નાટક ખૂબ જ સફળ રહ્યું અને તેને જોઈને ટેક્સાસના ગાંધી ફાઉન્ડેશને પણ તેમને ત્યાં આવવાનું આમંત્રણ આપ્યું હતું.

  જો કે આ નાટક ખૂબ જ સફળ રહ્યું અને તેને જોઈને ટેક્સાસના ગાંધી ફાઉન્ડેશને પણ તેમને ત્યાં આવવાનું આમંત્રણ આપ્યું હતું.

  18/19
 • ઓજસ આ પાત્રને સજીવન કરવાના તેના અનુભવને યાદગાર ગણાવે છે અને કહે છે કે મારા વિશ લિસ્ટમાંથી એક ઈચ્છા આ પાત્ર ભજવીને પુરી થઈ ગઈ.

  ઓજસ આ પાત્રને સજીવન કરવાના તેના અનુભવને યાદગાર ગણાવે છે અને કહે છે કે મારા વિશ લિસ્ટમાંથી એક ઈચ્છા આ પાત્ર ભજવીને પુરી થઈ ગઈ.

  19/19
 • loading...

ફોટોઝ વિશે

કેનેડાના ટોરેન્ટોની ધરતી પર ગાંધીજી સજીવન થયા નાટક 'સાબરમતી કે સંત' સ્વરૂપે. જેમાં ગાંધીજીની ભૂમિકા ઓજસ રાવલે ભજવી હતી..જેમણે Gujaratimidday.com સાથે ખાસ વાતચીત કરી અને પોતાના અનુભવને વર્ણવ્યો...

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK