અમદાવાદ આરટીઓમાં 17 નંબર અધધધ 2.65 લાખ રૂપિયામાં વેચાયો
અમદાવાદ RTO
ખાવાપીવાના શોખીન ગુજરાતીઓ ફોર-વ્હીલરના પસંદગીના નંબર માટે અઢળક પૈસા ખર્ચતાં પણ અચકાતા નથી. આરટીઓમાં તાજેતરમાં ફોર-વ્હીલર માટેના પસંદગીની નંબરની હરાજીમાં ‘૨૭’ નંબર ૨.૬૫ લાખમાં વેચાયો હતો. ‘૨૭’ નંબર માટે એકથી વધુ લોકોએ ઑનલાઇન અરજી કરી હતી, જેમાં એક વ્યક્તિએ સૌથી વધુ બોલી લગાવતાં તેને આ ‘૨૭’ નંબર ફાળવવામાં આવ્યો હતો. આ ઉપરાંતમાં ૯ નંબર માટે પણ ૨.૧૪ લાખની બોલી બોલાઈ હતી.
મળતી માહિતી મુજબ અમદાવાદ આરટીઓમાં ફોર-વ્હીલર માટે નવી સિરીઝ જીજે-૦૧-કેએક્સની ખૂલી હતી. જેથી અરજદારોએ પોતાના પસંદગીના નંબર માટે ઑનલાઇન અરજી કરી હતી. અરજીની મુદત પૂર્ણ થયા બાદ એક જ નંબર માટે એક કરતાં વધુ અરજીઓ આવતાં નંબર માટે ઑનલાઇન હરાજી થઈ હતી, જેમાં ‘૨૭’ નંબર માટે સૌથી વધુ બોલી લગાવવામાં આવી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચો : સુરક્ષા અને સાફસફાઈ માટે સ્ટેચ્યુ ઑફ યુનિટીનું મૉડિફિકેશન કરાશે
આ નંબર ૨.૬૫ લાખમાં વેચાયો હતો, જ્યારે ૯૯૯૯ નંબર ૧.૩૦ લાખમાં, ૧ નંબર ૯૫ હજારમાં, ૫ નંબર ૫૭ હજારમાં, ૭ નંબર ૫૫ હજારમાં, ૭૭૭૭ નંબર ૭૫ હજારમાં અને ૩૧૩૨ નંબર ૨૨ હજારમાં વેચાયા હતા. અગાઉ આ સિરીઝના નંબર માટે લોકોએ લાખો રૂપિયા ખર્ચ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.


