Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાતમાં વરસાદ વચ્ચે ગુંજી ઊઠી ૩૮ નવજાત બાળકોની કિલકારીઓ

ગુજરાતમાં વરસાદ વચ્ચે ગુંજી ઊઠી ૩૮ નવજાત બાળકોની કિલકારીઓ

Published : 01 August, 2026 08:52 AM | IST | Vadodara
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નર્મદા, વડોદરા અને આણંદ જિલ્લામાં ડ્યુ-ડેટવાળી સગર્ભા મહિલાઓને અગમચેતીરૂપે આરોગ્યકેન્દ્રોમાં ખસેડીને સફળતાપૂર્વક કરાવી પ્રસૂતિ : ગુજરાતના આરોગ્ય વિભાગે આગોતરાં પગલાં ભરીને મમ્મી અને નવજાત બાળકોને કર્યાં સુરક્ષિત

વડોદરા જિલ્લામાં નવજાત બાળક સાથે મમ્મી

વડોદરા જિલ્લામાં નવજાત બાળક સાથે મમ્મી


વરસાદી આફતની વચ્ચે ગુજરાતના વડોદરા, નર્મદા અને આણંદ જિલ્લામાં આરોગ્ય વિભાગે આવકારદાયક સદ્કાર્ય કર્યું છે. ભારે વરસાદની આગાહી હોવાની જાણ થતાં ગુજરાતના આરોગ્ય વિભાગે આગોતરાં પગલાં ભરીને ડ્યુ-ડેટવાળી સગર્ભા મહિલાઓને ઍમ્બ્યુલન્સ દ્વારા આરોગ્યકેન્દ્રોમાં ખસેડી હતી. ત્યાં તેમની પ્રસૂતિ કરાવતાં ૩૮ નવજાત બાળકોનો જન્મ થયો હતો.

ગુજરાતમાં વરસાદ વચ્ચે ૩૮ નવજાત બાળકોની કિલકારીઓ ગુંજી ઊઠતાં આરોગ્ય કેન્દ્રના ડૉક્ટરો સહિતના સ્ટાફ તેમ જ મમ્મી અને તેમના પરિવારજનોમાં ખુશીની લહેરખી છવાઈ ગઈ હતી.



વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાંથી અને ડેસર, કરજણ, પાદરા, સાવલી, શિનોર, વાઘોડિયા તેમ જ વડોદરા તાલુકામાંથી ૭ દિવસમાં પ્રસૂતિ થવાની સંભાવના હોય એવી ૪૦૮ સગર્ભા મહિલાઓમાથી ૪૭ સગર્ભાઓને આરોગ્યકેન્દ્રમાં શિફ્ટ કરવામાં આવી હતી. એમાંથી ૩૧ મહિલાઓની પ્રસૂતિ સફળતાપૂર્વક થઈ હતી અને ૩૧ બાળકોનો જન્મ થયો હતો.  


નર્મદા જિલ્લામાં ૧૫ દિવસ દરમ્યાન પ્રસૂતિની સંભાવના ધરાવતી ૧૪૨ સગર્ભા મહિલાઓની ઓળખ કરવામાં આવી હતી. એમાંથી જોખમગ્રસ્ત અને અંતરિયાળ વિસ્તારોમાં રહેતી પંચાવન સગર્ભા મહિલાઓને સમયસર આરોગ્યકેન્દ્રમાં લઈ જવામાં આવી હતી. આ મહિલાઓમાંથી ૭ સગર્ભા મહિલાઓને સુર​િક્ષત પ્રસૂતિ થઈ હતી અને ૭ બાળકોનો જન્મ થયો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

01 August, 2026 08:52 AM IST | Vadodara | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK