Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > સવાર-સવારમાં પડેલા ધોધમાર વરસાદે અમદાવાદને ધમરોળ્યું

સવાર-સવારમાં પડેલા ધોધમાર વરસાદે અમદાવાદને ધમરોળ્યું

Published : 19 September, 2026 10:51 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગુજરાતમાં સૌથી વધુ ૭૮ મિલીમીટર વરસાદ અરવલ્લી જિલ્લાના મેઘરજ અને ગીર સોમનાથના ગીરગઢડા તાલુકામાં પડ્યો હતો : સાંજે ૬ વાગ્યા સુધીમાં ગુજરાતમાં ૨૨૪ તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો

અમદાવાદમાં પડેલા વરસાદથી રસ્તાઓ જળમગ્ન થયા હતા અને કેટલાય વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયાં હતાં (તસવીર : જનક પટેલ)

અમદાવાદમાં પડેલા વરસાદથી રસ્તાઓ જળમગ્ન થયા હતા અને કેટલાય વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયાં હતાં (તસવીર : જનક પટેલ)


ગઈ કાલે અમદાવાદમાં સવાર-સવારમાં એક કલાકમાં પડેલા ધોધમાર વરસાદે શહેરને રીતસરનું ધમરોળ્યું હતું. ૭૩ મિલીમીટર વરસાદમાં અમદાવાદમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી અને જનજીવન પ્રભાવિત થયું હતું.

અમદાવાદમાં સવારે ૮થી ૯ વાગ્યા દરમ્યાન સુસવાટા મારતા પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો જેના કારણે શહેરનાં ૧૮ જંક્શનો અને ૨૩૫ રોડ તેમ જ સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ જતાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.



જળબંબાકાર સ્થિતિ વચ્ચે અનેક વાહનચાલકો અટવાયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકો તકલીફમાં મુકાઈ ગયા હતા.


ભારે પવન વચ્ચે પડેલા વરસાદના કારણે અમદાવાદમાં ૪૫ વૃક્ષો ઊખડી ગયાં હતાં.


Whatsapp-channel Whatsapp-channel

19 September, 2026 10:51 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK