૯૯.૭૩ ગ્રામ સોનાની અને ૪૪૪૮ ગ્રામ ચાંદીના દાગીના અને કીમતી વસ્તુઓ લાલબાગચા રાજાને ભક્તોએ અર્પણ કરી હતી
લાલબાગચા રાજા
રિદ્ધિ-સિદ્ધિના દાતા એવા દુંદાળા ગણેશની પૂજાઅચર્ના કરવામાં મુંબઈગરા પાછા નથી પડતા એમ દાન કરવામાં પણ પાછા નથી પડતા. લાલબાગચા રાજાનાં ચરણોમાં ગઈ કાલે ભક્તો દ્વારા રોકડ રકમ તથા સોના-ચાંદી પુષ્કળ પ્રમાણમાં દાન કરવામાં આવ્યાં હતાં. લાલબાગના રાજાની સ્ટેજ પરની દાનપેટીમાં ૩૨,૭૦,૦૦૦ રૂપિયાનું તથા દર્શન માટે લાઇનમાં રાખવામાં આવેલી પેટીમાં ૨૨,૬૦,૦૦૦ રૂપિયાનું દાન કરવામાં આવ્યું હતું. આમ કુલ ૫૫,૩૦,૦૦૦ રૂપિયાનું દાન ભાવિકોએ કર્યું હતું. ૯૯.૭૩ ગ્રામ સોનાની અને ૪૪૪૮ ગ્રામ ચાંદીના દાગીના અને કીમતી વસ્તુઓ લાલબાગચા રાજાને ભક્તોએ અર્પણ કરી હતી. અત્યાર સુધીમાં લાલબાગચા રાજાનાં ચરણોમાં ભાવિકોએ કુલ ૨,૪૫,૭૦,૦૦૦ રૂપિયાની રોકડ, ૭૪૭.૨૦ ગ્રામના સોનાના દાગીના અને ૧૬,૮૩૭ ગ્રામ ચાંદીના દાગીના અને ભેટ ચડાવી હતી.
