Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > હૉલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ટોમ ક્રૂઝનો ડિગર અવતાર જોઈ ચાહકો દંગ, ફિલ્મને મ્યુઝિકલ બનાવવા પર અભિનેતાનો જવાબ

ટોમ ક્રૂઝનો ડિગર અવતાર જોઈ ચાહકો દંગ, ફિલ્મને મ્યુઝિકલ બનાવવા પર અભિનેતાનો જવાબ

Published : 18 September, 2026 09:46 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ડિગરમાં ટોમ ક્રૂઝનું અનોખું રૂપ જોવા મળશે, કોર્ટરૂમ સીનમાં 10 મિનિટનો વન ટૅક મોનોલોગ પણ ફિલ્મનું ખાસ આકર્ષણ, હોલિવૂડ સ્ટાર ટોમ ક્રૂઝની આગામી ફિલ્મ ડિગરને લઈને ચાહકોમાં ઉત્સુકતા વધી રહી છે.

ટૉમ ક્રૂઝનો ડિગર અવતાર

ટૉમ ક્રૂઝનો ડિગર અવતાર


ડિગરમાં ટોમ ક્રૂઝનું અનોખું રૂપ જોવા મળશે, કોર્ટરૂમ સીનમાં 10 મિનિટનો વન ટૅક મોનોલોગ પણ ફિલ્મનું ખાસ આકર્ષણ, હોલિવૂડ સ્ટાર ટોમ ક્રૂઝની આગામી ફિલ્મ ડિગરને લઈને ચાહકોમાં ઉત્સુકતા વધી રહી છે. ફિલ્મનું ફાઇનલ ટ્રેલર રિલીઝ થઈ ગયું છે, જેમાં ટોમ ક્રૂઝ ડિગર રોકવેલના અનોખા અને દમદાર અવતારમાં જોવા મળે છે. જાણીતા ફિલ્મમેકર અલેહાન્દ્રો જી. ઇન્યારિતુના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મમાં ક્રૂઝ એક એવા તેલ ઉદ્યોગપતિની ભૂમિકા ભજવી રહ્યા છે, જે એક ગંભીર પર્યાવરણીય સંકટના કેન્દ્રમાં આવી જાય છે.

ફિલ્મના ટ્રેલર બાદ ટોમ ક્રૂઝે ડિગરના પાત્રને લઈને અનેક રસપ્રદ ખુલાસા કર્યા છે. ખાસ કરીને તેમના બદલાયેલા લુકથી લઈને કોર્ટરૂમના લાંબા મોનોલોગ અને દિગ્દર્શક ઇન્યારિતુ સાથેના અનુભવ વિશે તેમણે વાત કરી હતી. એટલું જ નહીં, સોશિયલ મીડિયા પર કેટલાક ચાહકોએ ડિગરને મ્યુઝિકલ ફિલ્મ તરીકે જોવાની કલ્પના કરી ત્યારે ક્રૂઝે પણ આ વિચારને મજેદાર અંદાજમાં આવકાર્યો હતો.



ડિગરના લુક માટે પહેર્યો હતો ફેટ સૂટ


ડિગરના પાત્ર માટે ટોમ ક્રૂઝના દેખાવમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. પોતાના વધેલા વજન જેવા દેખાતા લુક અંગે વાત કરતાં ક્રૂઝે સ્પષ્ટતા કરી હતી કે આ માટે તેમણે ફેટ સૂટનો ઉપયોગ કર્યો હતો. અભિનેતાએ કહ્યું હતું કે તેમનો આ બદલાયેલો દેખાવ વાસ્તવિક વજન વધારવાથી નહીં પરંતુ ફેટ સૂટની મદદથી તૈયાર કરવામાં આવ્યો હતો.

કોર્ટરૂમ સીનમાં 10 મિનિટનો મોનોલોગ


ફિલ્મના ટ્રેલરમાં જોવા મળતો કોર્ટરૂમ સીન પણ ખાસ ચર્ચામાં છે. ટોમ ક્રૂઝે જણાવ્યું કે આ દૃશ્યમાં તેમનો લગભગ 10 મિનિટ લાંબો મોનોલોગ છે અને તેને એક જ ટેકમાં શૂટ કરવામાં આવ્યો છે. ક્રૂઝના જણાવ્યા અનુસાર, આ સીન માટે તેમને લાંબો ડાયલોગ યાદ કરવાનો હતો. તેમણે મજાકિયા અંદાજમાં કહ્યું કે જ્યારે દિગ્દર્શકે તેમને આ પાત્રના દેખાવ અને સીન વિશે જણાવ્યું ત્યારે તેમણે પણ પડકાર સ્વીકારી લીધો. આ સિક્વન્સ માટે સ્ક્રિપ્ટના લગભગ 10થી 12 પાનાંનો લાંબો ભાગ એક જ સતત પરફોર્મન્સમાં રજૂ કરવામાં આવ્યો હોવાનું ક્રૂઝે જણાવ્યું હતું.

ઇન્યારિતુ સાથે કામ કરવાનો અનુભવ રહ્યો ખાસ

અલેહાન્દ્રો જી. ઇન્યારિતુ સાથે કામ કરવાના અનુભવ વિશે ટોમ ક્રૂઝે જણાવ્યું કે ડિગરનું પાત્ર ભજવવું ખૂબ જ મજેદાર અનુભવ રહ્યો. તેમના મતે આ પાત્રને શોધવાની પ્રક્રિયા જ ફિલ્મની ખાસિયત છે. ક્રૂઝે કહ્યું હતું કે ડિગર એવું પાત્ર છે જે કદાચ એવી વાતો કહી નાખે છે જે લોકો પોતાના મનમાં વિચારતા હોય પરંતુ સામાન્ય રીતે બોલતા નથી. તેમના મતે ફિલ્મ સંપૂર્ણપણે ઓરિજિનલ, સાહસિક, રમૂજી અને લાગણીસભર છે.

ડિગરને મ્યુઝિકલ બનાવવાના ચાહકોના વિચાર પર શું બોલ્યા ટોમ ક્રૂઝ

ડિગરના ટ્રેલર અને પાત્રને લઈને ઇન્ટરનેટ પર ચાહકોની વિવિધ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. કેટલાક ચાહકોએ તો મજાકમાં ફિલ્મને મ્યુઝિકલ બનાવવાનો વિચાર પણ રજૂ કર્યો હતો. જ્યારે ટોમ ક્રૂઝને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે હસતાં કહ્યું કે આ વિચાર આખા ઇન્ટરનેટ પર ટ્રેન્ડ થયો હતો કે કેમ તેની તેમને ખબર નથી. જોકે ત્યારબાદ તેમણે ઉમેર્યું કે તેમને આ વિચાર ખૂબ જ સારો લાગે છે. ક્રૂઝે મજાકિયા અંદાજમાં કહ્યું હતું કે ડિગર ધ મ્યુઝિકલ બનાવવી જોઈએ.

સ્ટારકાસ્ટમાં અનેક જાણીતા કલાકારો

ડિગરમાં ટોમ ક્રૂઝ સાથે ઑસ્કર વિજેતા રિઝ અહમદ, જોન ગુડમેન, ઑસ્કર નોમિની સાન્ડ્રા હ્યુલર, માઈકલ સ્ટલબાર્ગ અને ઑસ્કર નોમિની જેસી પ્લેમન્સ મહત્વની ભૂમિકામાં છે. આ ઉપરાંત રોબર્ટ જોન બર્ક, એમ્મા ડાર્સી, બર્ન ગોર્મન અને સોફી વાઇલ્ડ પણ ફિલ્મની સ્ટારકાસ્ટનો ભાગ છે. ફિલ્મનું દિગ્દર્શન અલેહાન્દ્રો જી. ઇન્યારિતુએ કર્યું છે. ફિલ્મની સ્ક્રિપ્ટ ઇન્યારિતુ સાથે ઑસ્કર વિજેતા એલેક્ઝાન્ડર ડિનેલારિસ, નિકોલસ ગિયાકોબોન અને સબીના બર્મને તૈયાર કરી છે. ફિલ્મની વાર્તા ઇન્યારિતુ અને બર્મનની છે.

2 ઓક્ટોબરે સિનેમાઘરો અને આઇમેક્સમાં રિલીઝ

ડિગરનું શૂટિંગ સંપૂર્ણપણે વિસ્ટાવિઝન ટેક્નોલોજીમાં કરવામાં આવ્યું છે. ભારતમાં આ ફિલ્મ 2 ઓક્ટોબર 2026ના રોજ સિનેમાઘરો ઉપરાંત આઇમેક્સમાં પણ રિલીઝ થશે. ફિલ્મનું વિતરણ વોર્નર બ્રધર્સ પિક્ચર્સ દ્વારા કરવામાં આવશે. ફિલ્મની ટેક્નિકલ ટીમમાં પણ હોલિવૂડના અનેક જાણીતા નામો સામેલ છે. ઑસ્કર વિજેતા ઇમેન્યુઅલ લ્યુબેઝકી સિનેમેટોગ્રાફી સંભાળે છે, જ્યારે એડિટિંગ કોનર ઓ`નીલ અને ઑસ્કર વિજેતા સ્ટીફન મિરિયોને કર્યું છે. પ્રોડક્શન ડિઝાઇનમાં ઑસ્કર વિજેતા ડેનિસ ગેસ્નર અને રિચર્ડ જોનસન, જ્યારે પ્રોસ્ટેટિક મેકઅપ માટે ઑસ્કર વિજેતા કાઝુ હિરો જોડાયા છે. ટોમ ક્રૂઝ અને અલેહાન્દ્રો જી. ઇન્યારિતુની આ ફિલ્મ હવે 2 ઓક્ટોબરની રિલીઝ સાથે દર્શકો સામે આવવા તૈયાર છે.

Whatsapp-channel Whatsapp-channel

18 September, 2026 09:46 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK