કામરેજના ઉંભેળ ગામનાં વિભૂતિ પટેલ અને તેમના મંગેતર હાર્દિક પટેલ સગાઈ કરીને લંડન પરત ફરી રહ્યાં હતાં
વિભૂતિ પટેલ અને તેમના મંગેતર હાર્દિક પટેલ
કામરેજના ઉંભેળ ગામનાં વિભૂતિ પટેલ અને તેમના મંગેતર હાર્દિક પટેલ સગાઈ કરીને લંડન પરત ફરી રહ્યાં હતાં. ઉચ્ચ અભ્યાસ માટે લંડન ગયેલી આ યુવતી સગાઈ કરવા માટે ૧૦ દિવસ માટે ભારત આવી હતી. સગાઈ બાદ મંગેતર સાથે તેઓ લંડન પરત જઈ રહ્યાં હતાં ત્યારે તેમને આ અકસ્માત નડ્યો અને બન્નેએ જીવ ગુમાવ્યો હતો. એને કારણે ઉંભેળ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.


