આજે સવારના ૯ વાગ્યે તેમની પાલખીયાત્રા છે અને વી. એસ. હૉસ્પિટલ પાસે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
દર્શના શાહ
શ્રી સમેતશિખરજી તીર્થરક્ષા માટે ૨૭૭૭ અઠ્ઠમ તપ પૂરાં કર્યા બાદ ૨૭૭૮મા અઠ્ઠમ તપની શરૂઆત કરનારાં ૭૬ વર્ષનાં દર્શના શાહનું ગઈ કાલે અમદાવાદમાં દેવલોકગમન થયું હતું. અમદાવાદના રાજનગર ખાતે તીર્થરક્ષાની ભાવના સાથે દર્શનાબહેને દેહનો ત્યાગ કર્યો હતો. તપસ્વીરત્નાના પાર્થિવ દેહને શ્રી આંબાવાડી શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. આજે સવારના ૯ વાગ્યે તેમની પાલખીયાત્રા છે અને વી. એસ. હૉસ્પિટલ પાસે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.