Air India Plane Crash in Ahmedabad: પ્લેન ક્રેશ થતાંની સાથે જ આ ખાસ વસ્તુની શોધ શરૂ થઈ જાય છે; આ ખાસ વસ્તુ શું છે? આ વસ્તુ કોણ પોતાની સાથે લઈ જાય છે? જાણો વિગતે
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
આજે બપોરે ગુજરાત (Gujarat)ના અમદાવાદ (Ahmedabad)માં એર ઇન્ડિયા (Air India)નું પેસેન્જર વિમાન બોઇંગ ડ્રીમલાઇન ૭૮૭ ક્રેશ (Air India Plane Crash in Ahmedabad) થયું હતું. અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં અકસ્માત થયો હતો. આ વિમાનમાં ૨૪૨ મુસાફરો સવાર હતા. એવી આશંકા છે કે બધાના મોત થયા છે. જ્યારે પણ વિમાન ક્રેની ઘટના બને ત્યારે વિમાન ક્રેશ થતાંની સાથે જ આ ખાસ વસ્તુની શોધ કરવામાં આવે છે. ચાલો તમને જણાવીએ કે આ ખાસ વસ્તુ શું છે અને આ વસ્તુ કોણ પોતાની સાથે લઈ જાય છે.
જ્યારે પણ કોઈ પણ પ્લેન ક્રેશ થાય છે, ત્યારે પહેલા ક્રેશનું કારણ શોધવામાં આવે છે. આ માટે, બધા પ્રોટોકોલનું પાલન કરવામાં આવે છે. પ્લેન ક્રેશ થયા પછી તરત જ, સ્થાનિક વહીવટીતંત્ર, સુરક્ષા દળો (Security Forces) અને ફાયર વિભાગ (Fire Department) જેવી કટોકટી સેવાઓ ત્યાં પહોંચી જાય છે. પ્લેન ક્રેશ પછી, સૌથી પહેલા જે વસ્તુ શોધવામાં આવે છે તે તેના બ્લેક બોક્સ (Black Box) છે. તેને ફ્લાઇટ ડેટા રેકોર્ડર (Flight Recorder - FDR) અને કોકપિટ વોઇસ રેકોર્ડર (CVR) પણ કહેવામાં આવે છે. તે એક પ્રકારનું રેકોર્ડિંગ ડિવાઇસ છે. જેમાં વિમાનની ઉડાન દરમિયાન કોકપીટ વાતચીત અને ઉડાન ડેટા રેકોર્ડ કરવામાં આવે છે.
ADVERTISEMENT
પ્લેન ક્રેશ દુર્ઘટના પછી, તે દુર્ઘટના સંબંધિત માહિતી મેળવવા માટે બ્લેક બોક્સ ખૂબ જ મહત્વપૂર્ણ અને નિર્ણાયક વસ્તુ બની જાય છે. પ્લેન ક્રેશની દુર્ઘટના પછી, તેની તપાસ માટે ખાસ તાલીમ પામેલી હવાઈ દુર્ઘટના તપાસ ટીમ બનાવવામાં આવે છે. જે બ્લેક બોક્સ શોધવાનું પણ કામ કરે છે. ભારતમાં, આ ટીમો નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (Directorate General of Civil Aviation) અને વિમાન અકસ્માત તપાસ બ્યુરો (Aircraft Accident Investigation Bureau) દ્વારા મોકલવામાં આવે છે. જેમાં ઘણી વખત સુના અથવા ખાસ બચાવ ટીમો સહયોગ કરે છે.
આ જાણીને તમારા મનમાં ચોક્કસ પ્રશ્ન થતો હશે કે, જ્યારે પ્લેન ક્રેશની વિમાન દુર્ઘટનામાં આખું વિમાન ખરાબ રીતે નાશ પામે છે, તો પછી બ્લેક બોક્સ કેવી રીતે બચી જાય છે?
તમને જણાવી દઈએ કે, બ્લેક બોક્સને ક્યારેય કંઈ થતું નથી કારણ કે તે ટાઇટેનિયમથી બનેલું છે અને તે ક્રેશ દરમિયાન પણ સુરક્ષિત રહે છે. બ્લેક બોક્સને સુરક્ષિત રાખવા માટે, તેને એક મજબૂત બોક્સમાં રાખવામાં આવે છે. બ્લેક બોક્સમાં એક ખાસ પ્રકારનો લોકેટર બીકન લગાવવામાં આવે છે. જે ક્રેશ થયા પછી 30 દિવસ સુધી સિગ્નલ મોકલતો રહે છે. જો કોઈ વિમાન જમીન પર ક્રેશ થયું હોય તો વિમાનનો કાટમાળ દૂર કરીને તેની શોધ કરવામાં આવે છે. એટલું જ નહીં પાણીમાં હોય ત્યારે પણ લોકેટર બીકન સિગ્નલ મોકલાવે છે.

