ઍર ઇન્ડિયાનું પ્રવાસી વિમાન અમદાવાદના ક્રૅશ થયું હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ પ્લેનમાં લગભગ 200 જેટલા પ્રવાસીઓ હતા, જોકે તેમના બાબતે કોઈ વધુ માહિતી સામે આવી નથી અને આ આંકડો ઓછો કે વધારે પણ હોઈ શકે છે.
અમદાવાદમાં પ્લેન ક્રૅશ (તસવીર: X)
ગુજરાતનાં અમદાવાદથી એક મોટી દુર્ઘટના સામે આવી છે. અહીંના એક રહેણાંક વિસ્તારમાં પ્રવાસી વિમાન ક્રૅશ થયું હોવાના અહેવાલ છે. આ ઘટનાને લઈને હવે પ્રશાસન દોડતું થઈ ગયું છે. દુર્ઘટનાગ્રસ્ત વિસ્તારમાંથી પ્લેન ક્રૅશ થવાની અનેક તસવીરો અને વીડિયો હવે સામે આવી રહ્યા છે.
ઍર ઇન્ડિયાનું પ્રવાસી વિમાન અમદાવાદના ક્રૅશ થયું હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ પ્લેનમાં લગભગ 242 જેટલા પ્રવાસીઓ હતા, જોકે તેમના બાબતે કોઈ વધુ માહિતી સામે આવી નથી અને આ આંકડો ઓછો કે વધારે પણ હોઈ શકે છે. આ ઘટનાને લઈને એમ્બ્યુલન્સ અને ઈમરજન્સી સેવાઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. જોકે કેટલા પ્રવાસીઓ જખમી કે મૃત્યુ પામ્યા છે તે અંગે કોઈપણ માહિતી સામે આવી નથી. અમદાવાદમાં 242 પેસેન્જર સાથેનું ઍર ઇન્ડિયાનું પ્લેન ક્રેશમાં 100 લોકોના મોત થયા હોવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે આ ફ્લાઇટમાં ગુજરાતના ભુતપૂર્વ મૂખ્ય પ્રધાન વિજ્ય રૂપાણી પણ હતા એવી આશંકા છે. ટેક ઑફ થયા બાદ બે મિનિટમાં જ આ પ્લેન ક્રેશ થયું હતું. આ ઘટના મેઘાણીનગર આઈજીપી ગ્રાઉન્ડ ખાતે બની હતી.
ADVERTISEMENT
ગુજરાતના અમદાવાદમાં ઍર ઇન્ડિયાનું વિમાન ક્રૅશ થયું હોવાના સમાચાર છે. પ્લેન ક્રૅશ થયા હોવાના સ્થળ પરથી કાળો ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. પ્લેન જમીન પર પટકાયા બાદ તેમાં આગ લાગી ગઈ અને ધુમાડો આકાશમાં ઘણા દૂરથી જોવા મળી રહ્યો છે. ઈમરજન્સી સેવાઓ દ્વારા લોકોને બચાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે અને જખમી લોકોને નજીકની હૉસ્પિટલમાં ખસેડવામાં આવી રહે છે અને મૃતક લોકોના શબને પણ બહાર કાઢવામાં આવી રહ્યા છે.
View this post on Instagram
માહિતી મળતા જ રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે અમદાવાદ ઍરપોર્ટ પરથી વિમાન ઉડાન ભર્યા પછી તરત જ આ અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, આ વિમાન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું અને અમદાવાદ ઍરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડા સમય પછી મેઘાણીનગર નજીક ક્રૅશ થયું. ઍરપોર્ટથી મેઘાણીનગરનું અંતર લગભગ 15 કિલોમીટર છે. અકસ્માત બાદ તરત જ ફાયર બ્રિગેડની 7 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ ઓલવવાનું કામ શરૂ કરી દીધું હતું.

