Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > અમદાવાદ રેલવે-સ્ટેશન પર પહેલી વાર મુસાફરો માટે અત્યાધુનિક ડિજિટલ લગેજ લૉકર સુવિધાનો પ્રારંભ

અમદાવાદ રેલવે-સ્ટેશન પર પહેલી વાર મુસાફરો માટે અત્યાધુનિક ડિજિટલ લગેજ લૉકર સુવિધાનો પ્રારંભ

Published : 11 June, 2026 09:39 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બહારગામથી આવતા મુસાફરોને મળશે સ્માર્ટ, સુર​િક્ષત અને કૅશલેસ સુવિધા: મુસાફરો હવે તેમનો સામાન લૉકરમાં મૂકીને શહેરમાં વિના સંકોચ જઈ શકશે

અમદાવાદ રેલવે સ્ટેશન પર શરૂ કરાયેલી આધુનિક ડિજિટલ લૉકરની સુવિધા.

અમદાવાદ રેલવે સ્ટેશન પર શરૂ કરાયેલી આધુનિક ડિજિટલ લૉકરની સુવિધા.


પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા અમદાવાદ રેલવે-સ્ટેશન પર પહેલી વાર અત્યાધુનિક ડિજિટલ લગેજ લૉકર સુવિધા ગઈ કાલથી શરૂ કરવામાં આવી છે. આ સુવિધાનું ઉદ્ઘાટન સંસદસભ્ય દિનેશ મકવાણાએ કર્યું હતું. 

અમદાવાદના મંડળ રેલ પ્રબંધક વેદ પ્રકાશે કહ્યું હતું કે ‘અમદાવાદના કાળુપુર રેલવે-સ્ટેશન પર પ્રથમ વખત મુસાફરો માટે ડિજિટલ લૉકર સુવિધા શરૂ કરવામાં આવી છે. બહારથી આવનારા મુસાફરો પાસે ઘણી વાર સામાન અને કીમતી ચીજવસ્તુઓ હોય છે. કેટલીક વાર માત્ર આ સામાન સુર​િક્ષત રાખવા માટે હોટેલમાં રૂમ ભાડે લેવી પડે છે અથવા તો ત્રણ-ચાર કલાક માટે ઑફિસ કે અન્ય સ્થળે જવું હોય ત્યારે સામાન સાથે લઈને જવો પડે છે જે અસુવિધાજનક બને છે. આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ સુવિધા શરૂ કરવામાં આવી છે. ૩ કલાકથી લઈને ૨૪ કલાક સુધી અહીં સામાન રાખી શકાશે અને એનો ચાર્જ પણ નક્કી કર્યો છે. મુસાફરો સ્વયંસંચાલિત સિસ્ટમ દ્વારા લૉકર બુક કરી શકશે. સહાય માટે કર્મચારીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં મુસાફરો પોતાનો માલસામાન મૂકીને પોતાના કામે જઈ શકશે. આગામી તબક્કામાં આ સુવિધા સાબરમતી સ્ટેશન પર પણ ઊભી કરવામાં આવશે.’ 



લૉકર સુવિધાની હાઇલાઇટ્સ  
 પ્રથમ તબક્કામાં ૫૯ લૉકર ઉપલબ્ધ કરવામાં આવ્યાં છે.
 મુસાફરોની જરૂરિયાત મુજબ મીડિયમ, લાર્જ અને એક્સ્ટ્રા લાર્જ લૉકર રાખવામાં આવ્યાં છે.
 આ સુવિધા ડિજિટલ અને કૅશલેસ છે. ક્રેડિટ કે ડેબિટ કાર્ડ તેમ જ અન્ય ડિજિટલ માધ્યમથી ભાડાની ચુકવણી કરી શકાશે.
 લૉકરના ઉપયોગ માટે મુસાફરના મોબાઇલ-નંબર પર વન ટાઇમ પાસવર્ડ આવશે.
 લૉકરના કદ પ્રમાણે ૩ કલાક, ૬ કલાક અને ૨૪ કલાક સુધી આ લૉકરનો ઉપયોગ કરી શકાશે.
 લૉકરનું ભાડું એના કદ પ્રમાણે ૪૦થી લઈને ૨૮૦ રૂપિયા સુધી રાખવામાં આવ્યું છે. 


Whatsapp-channel Whatsapp-channel

11 June, 2026 09:39 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK