Ahmedabad Plane Crash: એક સોશિયલ મીડિયા યુઝરે પોતાની આજની પોસ્ટમાં લખ્યું કે અમુક અઠવાડિયા પહેલા એ જ ફ્લાઇટ (AI-171)માં મુસાફરોને ત્રણ કલાકથી વધુ સમય સુધી ફ્લાઈટમાં બેસી રહેવું પડ્યું, યુઝરે ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સામે કર્ચા ચોંકાવનારા ખુલાસા
સોશ્યલ મીડિયા યૂઝર શરદ રાવલ અને તેમણે મહિના પહેલા શૅર કરેલી તસવીર
ગુજરાતનાં અમદાવાદથી એક મોટી દુર્ઘટના સામે આવી છે. અહીંના એક રહેણાંક વિસ્તારમાં પ્રવાસી વિમાન ક્રૅશ થયું હોવાના અહેવાલ છે. આ ઘટનાને લઈને હવે પ્રશાસન દોડતું થઈ ગયું છે. દુર્ઘટનાગ્રસ્ત વિસ્તારમાંથી પ્લેન ક્રૅશ થવાની અનેક તસવીરો અને વીડિયો હવે સામે આવી રહ્યા છે. ઍર ઇન્ડિયાનું પ્રવાસી વિમાન અમદાવાદના ક્રૅશ થયું હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ પ્લેનમાં લગભગ 242 જેટલા પ્રવાસીઓ હતા, જોકે તેમના બાબતે કોઈ વધુ માહિતી સામે આવી નથી અને આ આંકડો ઓછો કે વધારે પણ હોઈ શકે છે. આ ઘટનાને લઈને એમ્બ્યુલન્સ અને ઈમરજન્સી સેવાઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. એક મહિના પહેલા આ જ એરક્રાફ્ટમાં તકનિકી ખામી થઇ હતી અને ફ્લાઇટ મોડી ઉપડશેની આશા રાખનારા યુઝર્સને ચોવીસ કલાક પછી સવારી નસીબ થઇ હતી. શું એમ કહી શકાય કે જે ખામી હતી તેને સુધારવાને મામલે બેદરકારી દાખવવામાં આવી?
વિમાનમાં 242 મુસાફરો અને ક્રૂ સવાર હતા. આ ઘટનાની વિગતવાર માહિતી હજી પણ બહાર આવી રહી છે, પરંતુ તાત્કાલિક સ્થિતિમાં ફાયર બ્રિગેડ અને એનડીઆરએફ ટીમો સ્થળ પર દોડી ગઈ છે. આ દુર્ઘટના બાદ સ્થાનીકોમાં અત્યંત ભયનો માહોલ છે.
આ પહેલા પણ થઈ હતી ટેકનિકલ સમસ્યા
એક સોશિયલ મીડિયા યુઝર શરદ રાવલે એક આજે પોતાના મહિના પહેલાંના અનુભવની વાત તો લખી જ પણ સાથે અખબારનો અહેવાલ શૅર કર્યો જેમાં લખ્યું હતું કે અમુક અઠવાડિયા પહેલા એ જ ફ્લાઇટ (AI-171)માં મુસાફરોને બે કલાકથી વધુ સમય સુધી ફ્લાઈટમાં અટવાઈ રહેવાનો અનુભવ થયો હતો. ઍર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 સામાન્ય રીતે બપોરે 1:10ના અમદાવાદથી રવાના થતી હોય છે. આ ફ્લાઈટ માટે મોટાભાગના મુસાફરો ૩ કલાક અગાઉ જ ઍરપોર્ટ પહોંચી પણ ગયા હતા. બપોરે ૧:૧૦નો ફ્લાઈટ ઉપડવાનો સમય હતો પરંતુ બપોરે તેના એક કલાક એટલે કે બપોરે ૨ બાદ મુસાફરોનું બોર્ડિંગ શરૂ કરવામાં આવ્યું હતું.બોર્ડિંગ થઈ ગયા બાદ પણ મુસાફરોની મુશ્કેલીનો અંત આવ્યો નહોતો. મુસાફરોને બે કલાક સુધી ફ્લાઇટની અંદર બેસાડી રાખવામાં આવ્યા હતા. ફ્લાઇટ ક્યારે ઉપડશે તે અંગે મુસાફરોને કોઈ સંતોષકારક જવાબ મળી રહ્યો ન હતો. `ટેકનિકલ ખામી`ને કારણે ફ્લાઇટ આખરે રદ કરવામાં આવી હતી. મુસાફરો માટે રિફંડની જાહેરાત કરવામાં આવી હોવા છતાં, લંડન જવાની તેમની યોજનાઓ મુલતવી રાખવામાં આવી હતી. શરદ રાવલે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરતાં એ દિવસ યાદ કર્યો હતો જ્યારે આ જ એર ક્રાફ્ટમાં લાઇટ્સ ચાલુ બંધ થઇ રહી હતી અને તેમની ફ્લાઇટ ચાર કલાક સુધી ઉપડી નહોતી. અંતે મુસાફરોને ફોર સ્ટાર હોટેલ્સમાં સ્ટે અપાયો હતો કારણકે ફ્લાઇટ રદ કરવી પડી હતી. બીજા દિવસે પણ ફ્લાઇટ નિયત સમય કરતાં દોઢ-બે કલાક મોડી ઉપડી હતી.
ADVERTISEMENT
તે દિવસે યાત્રીઓએ સોશિયલ મીડિયા પર ગુસ્સો વ્યકત કર્યો હતો. તેમણે આ વિમાનમાં ટેકનિકલ અશક્તિ હોવાની શંકા વ્યક્ત કરી હતી, જે હવે આ દુર્ઘટનાના દ્રષ્ટિકોણે વધુ ગંભીર બની ગઈ છે.
શું ચેતવણી અવગણાઈ?
જો અગાઉ થયેલી ખામી અંગે વ્યાપક તપાસ થઈ હોત અને જ્ઞાત ખામીઓને દૂર કરવામાં આવી હોત, તો આજે જે દુર્ઘટના બની છે, તે ટાળી શકાય તેમ હતી.
AI-171 જેવી સુવિધાઓ ધરાવતી ફ્લાઇટ્સમાં આવા લક્ષણો જોવા મળ્યા છતાં તેને `નાની ટેકનિકલ સમસ્યા` કહીને ફગાવી દેવામાં આવી હતી, જે ભવિષ્યમાં જીવલેણ સાબિત થશે એવું કદાચ કોઈએ વિચાર્યું પણ ન હોય.
ઘટના સ્થળે પોલીસ, ફાયર વિભાગ, એસડીઆરએફ, 108 એમ્બ્યુલન્સ સેવા પહોંચી ગઈ છે.

