Ahmadabad plane crash: 12 જૂનના અમદાવાદના મેઘાણી નગર ક્ષેત્ર નજીક ઍર ઇન્ડિયાના બોઈંગ 787-8 ડ્રીમલાઈનર વિમાન ટેક ઑફ બાદ તરત બાદ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું. આ અકસ્માતમાં કુલ 274 લોકોના મોત નીપજ્યા હતા.
વીડિયોમાંથી લેવાયેલ સ્ક્રીન ગ્રૅબ
Ahmadabad plane crash: 12 જૂનના અમદાવાદના મેઘાણી નગર ક્ષેત્ર નજીક ઍર ઇન્ડિયાના બોઈંગ 787-8 ડ્રીમલાઈનર વિમાન ટેક ઑફ બાદ તરત બાદ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું. આ અકસ્માતમાં કુલ 274 લોકોના મોત નીપજ્યા હતા. મૃત્યુ પામનારામાં 241 પ્રવાસીઓ સામેલ હતા. આ દુર્ઘટનાએ આખા દેશ અને દુનિયાને ચકચાર કરી મૂક્યા છે.
અમદાવાદ ઍર ઇન્ડિયાના વિમાન અકસ્માત સાથે જોડાયેલો એક નવો વીડિયો સામે આવ્યો છે. જેમાં બીજે મેડિકલ કૉલજના હૉસ્ટેલના વિદ્યાર્થીઓ આગથી જીવ બચાવવા માટે બાલકનીમાંથી કૂદતા જોવા મળી રહ્યા છે. હકીકતે આ વિમાન ટેક ઑફ કરવાની થોડીક જ મિનિટોમાં હૉસ્પિટલના હૉસ્ટેલથી અથડાયું હતું, જેના પછી ભયાનક આગ લાગી ગઈ હતી. તે દરમિયાન હૉસ્ટેલમાં અનેક વિદ્યાર્થીઓ હાજર હતા. આગને જોતા આ વિદ્યાર્થીઓ પોતાનો જીવ બચાવવા માટે બાલકનીમાંથી કૂદવા માંડ્યા. આની સાથે જોડાયેલો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
પાછળ આગ, આગળ `વિશ્વાસ`
આ વિમાનમાં સવાર 242માંથી 241 લોકોના મોત થયા. આ ભયંકર વિમાન દુર્ઘટનામાં ફક્ત એક મુસાફર વિશ્વાકુમાર રમેશ બચી ગયો. સોમવારે આ અકસ્માતનો બીજો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો. જેમાં વિમાન સળગી રહ્યું હતું અને ધુમાડાના ગોટેગોટા ઉડતા હતા. આ દરમિયાન વિશ્વાકુમાર રમેશ ધુમાડામાંથી બહાર આવતા જોવા મળ્યા.
View this post on Instagram
ત્યાં હાજર લોકો વિશ્વાકુમારને જોઈને ચોંકી ગયા અને કોઈને પોતાની આંખો પર વિશ્વાસ ન થયો. બધા વિચારવા લાગ્યા કે કોઈ આટલા ભયંકર અકસ્માતમાં કેવી રીતે બચી શકે. આગળની જોરદાર જ્વાળાઓમાંથી કોઈ કેવી રીતે બહાર આવી શકે. અકસ્માત બાદ, વિશ્વાકુમારને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો.
ઉલ્લેખનીય છે કે, 12 જૂનના અમદાવાદથી લંડન જવા માટે ટેક ઑફ કરતી ઍર ઇન્ડિયાની ફ્લાઈટ AI-171 (787 Boeing Dreamliner) ટેક ઑફ કરવાની અમુક જ મિનિટમાં ક્રૅશ થઈ ગઈ હતી. આ વિમાન બીજે મેડિકલ કૉલેજ એન્ડ સિવિલ હૉસ્પિટલના હૉસ્ટેલની બિલ્ડિંગની ઉપર પડ્યું, જેમાં પ્લેનમાં બેઠેલા 241 લોકો સહિત કુલ 275 લોકોના મોત નીપજ્યા. આમાં એક યુવા ક્રિકેટર (Dirdh Patel)નું પણ મોત નીપજ્યું છે, જે ઇંગ્લેન્ડ જઈ રહ્યો હતો.
અમદાવાદમાં થયેલા વિમાન અકસ્માતમાં માર્યા ગયેલા લોકોમાં 23 વર્ષીય દીર્ઘ પટેલ પણ સામેલ છે, જે ઇંગ્લેન્ડમાં લીડ્સ મૉડર્નિયન ક્રિકેટ ક્લબ (Leeds Modernians Cricket Club) માટે રમતો હતો. તેણે હડર્સફીલ્ડ યૂનિવર્સિટીમાંથી પોતાનું સ્ટડી કમ્પ્લીટ કર્યું હતું. લીડ્સના આ ક્લબે દીર્ઘ પટેલના મૃત્યના સમાચાર પર શોક વ્યક્ત કરતા તેમના શ્રદ્ધાંજલિ આપી
ક્લબે કહ્યું કે તેમના મૃત્યુના સમાચારથી તેઓ ખૂબ જ દુઃખી છે. "ક્લબમાં દરેક વ્યક્તિની સંવેદના દીર્ધના પરિવાર અને તેમને ઓળખતા દરેક વ્યક્તિ સાથે છે."
એક ન્યૂઝ એજન્સીના અહેવાલમાં એરડેલ અને વ્હાર્ફેડેલ સિનિયર ક્રિકેટ લીગના પ્રવક્તાને ટાંકીને કહ્યું, "દીર્ધ પોતાની નવી નોકરીમાં સ્થાયી થયા પછી ક્રિકેટ રમવાનું ચાલુ રાખવા માંગતો હતો."
ખેલાડીઓએ મેચ પહેલા એક મિનિટનું મૌન પાળ્યું
તેમણે કહ્યું કે તેમના ભાઈ કૃતિક પહેલા પૂલ ક્રિકેટ ક્લબ માટે રમતા હતા. બંને ક્લબોએ સપ્તાહના અંતે યોજાયેલી તેમની મેચ પહેલા એક મિનિટનું મૌન પાળ્યું અને દીર્ધ પટેલને શ્રદ્ધાંજલિ આપી.
ભૂતપૂર્વ મુખ્યમંત્રીનું પણ અવસાન થયું
અમદાવાદ વિમાન દુર્ઘટનાના ઘણા વિચલિત કરનારા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા. વીડિયોમાં બતાવવામાં આવ્યું હતું કે કેવી રીતે વિમાન ઇમારત સાથે અથડાતા જ આગના ગોળામાં ફેરવાઈ ગયું. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ વિમાનમાં સવાર હતા, જેઓ તેમના પરિવારને મળવા ઇંગ્લેન્ડ જઈ રહ્યા હતા. તેમનું પણ અવસાન થયું. સોમવાર 16 જૂને તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

