આ દુખદ ઘટનામાં અમરેલીના વડિયા ગામના વતની અર્જુનભાઈ મનુભાઈ પટોળિયાનું અવસાન થયું છે
અર્જુનભાઈ મનુભાઈ પટોળિયા
આ દુખદ ઘટનામાં અમરેલીના વડિયા ગામના વતની અર્જુનભાઈ મનુભાઈ પટોળિયાનું અવસાન થયું છે. અર્જુનભાઈનાં પત્નીનું થોડા સમય પહેલાં લંડનમાં મૃત્યુ થયું હતું. તેમનાં અસ્થિ પધરાવવા માટે અર્જુનભાઈ ભારત આવ્યા હતા. બધી વિધિ પતાવીને તેઓ લંડન પરત જવા નીકળ્યા હતા. આ અકસ્માતમાં તેમણે જીવ ગુમાવતાં તેમનાં બે બાળકોને ભારે આઘાત લાગ્યો છે. અર્જુનભાઈનાં માતા સુરતમાં રહે છે. હવે લંડનમાં રહેતાં અર્જુનભાઈનાં બે બાળકોની કાળજી અને સંભાળની જવાબદારી કેવી રીતે સચવાશે એ વિશે તેમના પરિવારજનો ચિંતિત છે.

