Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > સ્ટૅચ્યુ ઑફ યુનિટીમાં સહેલાણીઓ માટે આજથી શરૂ થશે AC વિસ્ટાડોમ કોચ-બસ

સ્ટૅચ્યુ ઑફ યુનિટીમાં સહેલાણીઓ માટે આજથી શરૂ થશે AC વિસ્ટાડોમ કોચ-બસ

Published : 03 November, 2026 01:31 PM | Modified : 03 November, 2026 01:31 PM | IST | Statue Of Unity
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બસમાં છે રિવૉલ્વિંગ ઍડ્જસ્ટેબલ રિક્લાઇનિંગ સીટ, પારદર્શક સ્કાય-વ્યુ રૂફ સહિતની સુવિધા

વિસ્ટાડોમ બસ.

વિસ્ટાડોમ બસ.


ભારતમાં પ્રથમ વાર આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબની પાંચ વિશિષ્ટ ઍર-કન્ડિશન્ડ (AC) વિસ્ટાડોમ બસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. સ્ટૅચ્યુ ઑફ યુનિટી ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ બસનું લોકાર્પણ કર્યું હતું. આ બસસેવા સહેલાણીઓ માટે આજથી શરૂ કરવામાં આવશે.

આ આધુનિક બસોમાં પારદર્શક સ્કાય-વ્યુ રૂફ, ટ્રાન્સપરન્ટ રૂફ ડોમ ડિઝાઇન કરવામાં આવ્યાં છે જેનાથી સહેલાણીઓ આરામદાયક બસમાં બેસીને ખુલ્લા આકાશ અને આસપાસનાં નયનરમ્ય દૃશ્યોનો નઝારો માણી શકશે. આ બસોમાં સહેલાણીઓ માટે રિવૉલ્વિંગ અને ફુલ્લી ઍડ્જસ્ટેબલ રિક્લાઇનિંગ સીટ્સવાળી કુલ ૨૩ બેઠકો છે. સ્માર્ટ ટીવી, કૉફી-ટી મેકિંગ મશીન, મિની ફ્રિજ અને મોબાઇલ ચાર્જિંગ જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સુરક્ષાના ભાગરૂપે એમાં ફાયર ડિટેક્શન ઍન્ડ સપ્રેશન સિસ્ટમ તેમ જ ઇમર્જન્સી હૅમર સાથેના ટફન્ડ ગ્લાસની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.  



એક AC વિસ્ટાડોમ કોચ-બસની કિંમત ૨.૧૯ કરોડ રૂપિયા છે. અત્યારે પાંચમાંથી બે બસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જ્યારે બાકીની ૩ બસનું લોકાર્પણ અાગામી બે માસમાં કરવામાં આવશે. 


Whatsapp-channel Whatsapp-channel

03 November, 2026 01:31 PM IST | Statue Of Unity | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK