અમદાવાદ: હવેથી મેટ્રો માટે ચૂકવવા પડશે પૈસા
મેટ્રો માટે ચુકવવુ પડશે ભાડુ
9 દિવસ ફ્રી મેટ્રોની મુસાફરી બાદ હવે મેટ્રો મુસાફરોએ હવે ચુકવવા પડશે પૈસા. 4 માર્ચે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેટ્રોની શરુઆત કરી હતી ત્યારબાદ ગુજરાત સરકારે જાહેરાત કરી હતી કે, મેટ્રોની મુસાફરી 9 દિવસ માટે ફ્રી થશે. 9 દિવસ પૂરા થતા ગુજરાત સરકાર દ્વારા નક્કી કરાયેલા દર અનુસાર ટિકિટ લેવાની રહેશે. આ 9 દિવસ દરમિયાન 75 હજાર અમદાવાદીઓએ મેટ્રોની મુસાફરી કરી હતી
આજથી #Ahmedabad મેટ્રોમાં બેસવા પૈસા ખર્ચવા પડશે, અત્યાર સુધી 75 હજારથી વધુ લોકોએ ફ્રી મુસાફરી કરી!✌️ pic.twitter.com/AMd2QSHF2O
— Amit Panchal (@AmitHPanchal) March 15, 2019
ADVERTISEMENT
જાણો, હવે ટીકિટનો ભાવ કેટલો રહેશે...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેક્ટ મેટ્રોની શરુઆત અમદાવાદમાં કરવામાં આવી છે અને મુસાફરો તેનો લાભ ઉઠાવી રહ્યા છે. હાલ આ રુટના સ્ટેશન પર કામ ચાલી રહ્યું હોવાથી મેટ્રો વચ્ચેના કોઈ પણ સ્ટેશન પર રોકવામાં આવશે નહી. નિયત સમયે મેટ્રો વસ્ત્રાલથી એપરલ પાર્ક અને એપરલ પાર્કથી વસ્ત્રાલ વચ્ચે ચાલશે. અત્યાર આ રુટ માટે ટિકિટ દર રુપિયા 10 નક્કી કરવામાં આવ્યો છે જે બાદમાં ફિક્સ કરવામાં આવશે
આ પણ વાંચો: અક્ષય અને પરિણીતિ ચોપરા કેસરીના પ્રમોશન માટે અમદાવાદ પહોંચ્યા
ઉલ્લેખનીય છે કે, 4 માર્ચથી શરુ થયા પછી 2 વાર મેટ્રોને મુશ્કેલીનો સામનો કરવો પણ કરવો પડ્યો હતો. 2 વાર મેટ્રોમાં ટેકનિકલ ખામી ઉભી થઈ હતી જેના કારણે ટ્રેન 2 વાર રસ્તાની વચ્ચે જ રોકાઈ હતી. હાલ અમદાવાદના વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધીનો મેટ્રો રુટ શરુ કરવામાં આવ્યો છે.