Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અક્ષય અને પરિણીતિ ચોપરા કેસરીના પ્રમોશન માટે અમદાવાદ પહોંચ્યા

અક્ષય અને પરિણીતિ ચોપરા કેસરીના પ્રમોશન માટે અમદાવાદ પહોંચ્યા

15 March, 2019 03:16 PM IST |

અક્ષય અને પરિણીતિ ચોપરા કેસરીના પ્રમોશન માટે અમદાવાદ પહોંચ્યા

કેસરીના પ્રમોશન માટે અક્ષય-પરિણીતિ અમદાવાદમાંં

કેસરીના પ્રમોશન માટે અક્ષય-પરિણીતિ અમદાવાદમાંં


બોલીવુડમાં હાલ શિખ પર રીયલ સ્ટોરી બનનારી “કેસરી” ફિલ્મના સ્ટાર અક્ષય કુમાર અને પરીણિતી ચોપરા આજે ફિલ્મના પ્રમોશન માટે અમદાવાદ શહેર ખાતે આવી પહોંચ્યા છે. અક્ષય કુમાર અમદાવાદ એરપોર્ટ પર ઉતરતાની સાથે જ ટ્વીટર પર કહ્યું કે, Hello Ahmedabad, ટીમ કેસરી તમને મળવા માટે આવી પહોંચી છે.” તેણે પરીણિતા ચોપરાની સાથેનો ફોટો પોતાના ટ્વીટર પર શેર કર્યો હતો.




 

ઉલ્લેખનીય છે કે કેસરી ફિલ્મ રીયલ સ્ટોરી પર આધારીત છે. 1897માં બ્રિટિશ ભારતીય સૈન્યની એક નાનકડી ટુકડી અને અફ્ઘાની સૈન્ય વચ્ચે થયેલા સારાગઢીના યુદ્ધ પર આ ફિલ્મ આધારિત છે. આ યુદ્ધમાં બ્રિટિશ ભારતીય સૈન્યના માત્ર 21 શીખ જાંબાઝોએ 10 હજારની અફ્ઘાન સૈન્ય સામે યુદ્ધ કર્યું હતું. કેસરી ફિલ્મ હોળીના પર્વ પર 21 માર્ચે રીલિઝ થશે.


 

આ પણ વાંચો: 'બાહુબલી' ડિરેક્ટર રાજામૌલીની ફિલ્મમાં દેખાશે આલિયા ભટ્ટ


અનુરાગ સિંહે આ ફિલ્મને ડિરેક્ટ કરી છે. ધર્મા પ્રોડક્શનના બેનર અંતર્ગત બનેલી આ ફિલ્મમાં અક્ષયકુમાર ફરી એકવાર શીખના રોલમાં છે. અક્ષય કુમારની વાત કરીએ તો તે રોબોટ 2.0 બાદ ફરી એકવાર મોટા પડદા પર જોવા મળશે. કાળી દાઢી અને કેસરી પાઘડી સાથે અક્ષયકુમાર એંગ્રી યંગ મેનના લૂકમાં જોવા મળશે.

Whatsapp-channel Whatsapp-channel

15 March, 2019 03:16 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK