Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > છ દિવસથી ઇસ્લામાબાદમાં લૉકડાઉન કન્ટિન્યુ

છ દિવસથી ઇસ્લામાબાદમાં લૉકડાઉન કન્ટિન્યુ

Published : 25 April, 2026 10:48 AM | IST | Islamabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સિક્યૉરિટીના નામે મુખ્ય રસ્તાઓ, સ્કૂલો અને વેપારધંધા બંધ હોવાથી પાકિસ્તાનીઓ ત્રાહિમામ્

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિમંત્રણાના યજમાન બનવાના ચક્કરમાં પાકિસ્તાને રાજધાની ઇસ્લામાબાદ અને રાવલપિંડીમાં અનિશ્ચિત કાળ માટે લૉકડાઉન લગાવી દીધો છે. ઈરાન અને અમેરિકાના પ્રતિનિધિઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ઇસ્લામાબાદને સૈન્યની છાવણીમાં તબદીલ કરી દેવાયું છે. જોકે બીજી તરફ બે દેશો ક્યારે દ્વિપક્ષીય મંત્રણા માટે તૈયાર થશે એની કોઈ સ્પષ્ટતા નથી. કડક પહેરાને કારણે શહેરના મુખ્ય રસ્તાઓ પર નાકાબંધી અને અવરજવર બંધ છે. વાહનવ્યવહાર ઠપ છે અને જરૂરી સામાનની પણ અછત સર્જાવા લાગી છે. માલની અવરજવર કરતી ટ્રકોની અવરજવર પણ બંધ થઈ ગઈ હોવાથી દૈનિક જરૂરિયાતની ચીજોની અછત સર્જાઈ છે. પબ્લિક ટ્રાન્સપોર્ટ સંપૂર્ણપણે બંધ હોવાથી લોકોને કામ પર જવામાં તકલીફ પડી રહી છે. 
પાકિસ્તાન ‘શાંતિદૂત’ બનવાના ચક્કરમાં પોતાના જ નાગરિકોનો રોષ વહોરી રહ્યું છે. 


Whatsapp-channel Whatsapp-channel

25 April, 2026 10:48 AM IST | Islamabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK