આ કોન્ક્લેવમાં ‘PHDCCI-KPMG હેરિટેજ ટૂરિઝમ રિપોર્ટ’નું વિમોચન પણ કરવામાં આવ્યું હતું, જેમાં વારસાગત સ્થળોના પુનર્નિર્માણ માટે જાહેર-ખાનગી ભાગીદારી પર ખાસ ભાર મુકાયો.
૧૪મી આંતરરાષ્ટ્રીય હેરિટેજ ટુરિઝમ કોન્ક્લેવનાં સહભાગીઓ
વિશ્વના ઘણા રાજમહેલો સાથે ગુજરાતના વડોદરામાં આવેલા લક્ષ્મી વિલાસ પેલેસનું નામ વૈશ્વિક સ્તરે પ્રખ્યાત છે. આ પેલેસની વિશેષતા એ છે કે તે ઇંગ્લેન્ડના બકિંગહેમ પેલેસ કરતાં ચાર ગણા મોટો છે. 25 જુલાઈ શુક્રવારના રોજ, આ ભવ્ય લક્ષ્મી વિલાસ પેલેસના પ્રાંગણમાં સાંસ્કૃતિક વારસાની ગુંજ સાથે PHDCCI (પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી), ભારતીય પ્રવાસન મંત્રાલય, ગુજરાત પ્રવાસન, IRCTC, અને Indigoની સહભાગીદારી સાથે 14માં આંતરરાષ્ટ્રીય હેરિટેજ ટૂરિઝમ કોન્ક્લેવનું (વારસાનો પ્રવાસન સંમેલનનું) ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું હતું.
‘Cultural Heritage as an Engine for Growth’ થીમ હેઠળ આયોજિત આ વિશિષ્ટ સંમેલનમાં પ્રવાસન નિષ્ણાતો સહીત સંરક્ષણ આર્કિટેક્ટ્સ, સરકારી અધિકારીઓ, ઇતિહાસકારો, રાજવી પરિવારોના સભ્યો, કુકિંગ એક્સપર્ટ્સ, તેમજ વિવિધ ઉદ્યોગ જગતના અગ્રણીઓએ સમગ્ર ભારતમાં હેરિટેજ ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટેની ચર્ચામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વૈશ્વિક સ્તરે હેરિટેજ ટૂરિઝમના વિકાસ માટે નવા માર્ગો શોધવાની સાથે ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને સજોગ રીતે સાચવી રાખવો, તેને સશક્ત અને આર્થિક રીતે પરિણામકારક બનાવી આવનારી પેઢી માટે પ્રેરણારૂપ બનાવવાનો ઉદ્દેશ પણ સામેલ રહ્યો.
ADVERTISEMENT
ગુજરાત સરકાર સેક્રેટરી ઓફ ટુરિઝમ, સિવિલ એવીએશન, એન્ડ પિલગ્રિમેજ, શ્રી રાજેન્દ્ર કુમાર (IAS) એ આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરતાં ખુલાસો કર્યો કે, "સ્વતંત્રતા સમયે ગુજરાતમાં સૌથી વધુ રજવાડાઓ સ્થિત હતા, જેના પરિણામે રાજ્યમાં આજે પણ વિશાળ સંખ્યામાં કિલ્લાઓ, મહેલો અને વારસાગત મિલકતો જોવા મળે છે. જોકે, તેમનો યોગ્ય ઉપયોગ પર્યટન, સંરક્ષણ અને જાળવણીના હેતુઓ માટે પૂરતો થતો નથી. હાલમાં અમે આવા ઐતિહાસિક સ્થાનોની આસપાસ નવા અનુભવ આધારિત આયોજન કરી રહ્યા છીએ, જેથી આ મિલકતોને જીવંત બનાવી શકાય, પર્યટકોને આકર્ષી શકાય, સ્થાનિક સમુદાય માટે રોજગારીના માર્ગો ઊભા થાય અને પરંપરાગત કારીગરીને નવી ઓળખ મળી શકે." આ સાથે, ગાયકવાડ વંશના રાજવી વંશજ અને બરોડાના નામાંકિત મહારાજા સમરજીતસિંહ ગાયકવાડે પણ હેરિટેજને સજીવ રીતે આવનારી પેઢી માટે યોગ્ય રીતે જાળવી રાખવા જેવા વિષય પર ચર્ચા કરી હતી.
આ પ્રસંગે, ભારત સરકારના પ્રવાસન મંત્રાલયના શ્રી મોહમ્મદ ફારૂકએ જણાવ્યું કે, "સ્વદેશ દર્શન 2.0 અને પ્રસાદ જેવી યોજનાઓના માધ્યમથી અમે ભારતીય વારસાને ફરીથી પ્રસ્તાવિત કરી રહ્યા છીએ."
ઓથર અને ટ્રાવેલ લેખક અનિલ મૂલચંદાનીએ વારસાની સાચી શક્તિ પર પ્રકાશ કેન્દ્રિત કરતાં જણાવ્યું, "જ્યારે કથાઓ, સમુદાયની ભાગીદારી અને યોગ્ય ઢાંચાગત સુવિધાઓ એકસાથે આવે છે, ત્યારે ગુજરાતનું મોડેલ એ એક એવી બ્લુપ્રિન્ટ બની જાય છે, જે સ્થાનિક કથાઓને વૈશ્વિક સ્તરે મહત્વ આપે છે અને પ્રેરણાદાયી દૃષ્ટિકોણ પ્રદાન કરે છે."
આ કોન્ક્લેવમાં ‘PHDCCI-KPMG હેરિટેજ ટૂરિઝમ રિપોર્ટ’નું વિમોચન પણ કરવામાં આવ્યું હતું, જેમાં વારસાગત સ્થળોના પુનર્નિર્માણ માટે જાહેર-ખાનગી ભાગીદારી પર ખાસ ભાર મૂકાયો હતો. અન્ય સત્રોમાં, ભારતના સાંસ્કૃતિક વારસામાં ખાસ કરીને શેખાવટીની હવેલી કઈ રીતે જાળવણી, ચાંપાનેર-પાવાગઢ રાજવી,વગેરે દરેક રાજ્યના વૈભવિક કટિબદ્ધતા, વારસાગત આર્કિટેક્ચર, 3D ટેક્નોલોજીથી વારસાના સંરક્ષણ, વિન્ટેજ વાહનોના અનુભવાત્મક પ્રવાસન મોડેલ કઈ રીતે બનાવી શકાય, વિશ્વભરમાં ભારતીય રસોઈનું પ્રતિનિધિત્વ કેવી રીતે વધારી શકાય, અને અનેક સામાજિક સાંસ્કૃતિક સબંધો જેવા મુદ્દાઓ પર સચોટ રીતે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત 25થી વધુ B2B મીટિંગ્સ થકી ઉદ્યોગ વચ્ચે સહયોગ વધારવાનો પ્રયાસ પણ કરાયો હતો.
"Women as Custodians of Culture" વિષય પર બરોડાના મહારાણી, રાધિકારાજે ગાયકવાડ અને રાજકોટના મહારાણી કાદમબરીદેવી જાડેજાએ હસ્તકલા, ઓરલ ટ્રેડિશન અને આતિથ્ય સંસ્કૃતિના જતન માટે મહિલાઓના યોગદાન પર ખાસ ભાર મૂક્યો હતો.
પદ્મશ્રી પ્રોફ. પુષ્પેશ પંત, શેફ મંજિત ગીલ અને ડૉ. કુરુષ દલાલએ ભારતીય રસોઈને સાંસ્કૃતિક વારસો ગણાવતો આવાહન આપ્યો હતો. સમારોહનું સૌથી વિશેષ આકર્ષણ ‘ગુજરાતી થાળી’ રહી જે વિશિષ્ટ રીતે શેફ પ્રીતેશ રાઉત દ્વારા સ્પેશ્યલ રીતે તૈયાર કરાવવામાં આવી હતી, જેમાં પૌરાણિક અને સાંસ્કૃતિક નોંધવાળી એક વિશેષ ઝલક જોવા મળી.
લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે આયોજિત હેરિટેજ વોક સાથે આ કાર્યક્રમનો સમારોપ થયો હતો, જ્યાં વિવિધ સંસ્કૃતિઓ અને હેરિટેજ ટૂરિઝમ અંગેની ચર્ચાઓ દ્વારા ભારતીય સંસ્કૃતિનું ગૌરવ અનેક પરિપ્રેક્ષ્યોમાં ઉજાગર બન્યું.


