Miniplex in Ahmedabad: મિનિપ્લેક્સ બંધ રહેતા 1200 કરતાં વધુ લોકોની નોકરી પર અસર તેમ જ કરોડો રૂપિયાના ઉદ્યોગને પણ અસર
અમદાવાદમાં મિનિપ્લેક્સમાં મહાનગર પાલિકાની નોટીસ
ગુજરાતના અમદાવાદમાં મિનિપ્લેક્સ ઉદ્યોગે અનિશ્ચિતતાના (Miniplex in Ahmedabad) ૫૦ દિવસ પૂર્ણ કર્યા છે, જેમાં ૧૨૦૦ થી વધુ કર્મચારીઓની નોકરીઓ પર ગંભીર પરિણામો થયા છે અને કરોડો રૂપિયાના બિઝનેસને નુકસાન થયું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશ-વિદેશમાં અમદાવાદ અને ગુજરાતને બિઝનેસ-ફ્રેન્ડલી બનાવવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ શહેરના અધિકારીઓ દ્વારા આ અંગે મૌન ધારણ કરવામાં આવ્યું છે. મિનિપ્લેક્સ એટલે કે વીડિયો સિનેમા દ્વારા ફાયર સેફટીના તમામ નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે તેમ છતાં અને કલેક્ટર તરફથી આ અંગે લાઈસન્સ આપવામાં આવ્યું છે તેમ છતાં છેલ્લા ૫૦ દિવસથી શહેરના અનેક મિનિપ્લેક્સ સીલ કરવામાં આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ કોઈ સ્પષ્ટતા આપ્યા વિના અને પૂર્વ સૂચના વિના આ મિનિપ્લેક્સને સીલ કર્યા છે. એએમસીની આ કાર્યવાહી સામે હવે જોરદાર વિરોધ શરૂ થયો છે.
શહેરના કલેક્ટર દ્વારા લાઈસન્સના મળ્યા હોવા છતાં મિનિપ્લેક્સને સીલ કરવામાં આવ્યા છે. એકઝિબિશન ઈન્ડસ્ટ્રીએ AMC પર આકરા પ્રહારો કરતાં સીલબંધીના નિર્ણયની (Miniplex in Ahmedabad) ટીકા કરી છે. કોનપ્લેક્સ સિનેમાના સ્થાપક અને ડાયરેક્ટર શ્રી રાહુલ ધ્યાને જણાવ્યું કે, "અમને તમામ સલામતીના નિયમો અને ધોરણોનું પાલન હોવા છતાં AMCએ જગ્યાને સીલ કરી છે." મિનિપ્લેક્સમાં રૂ. 100-150 કરોડથી વધુનું રોકાણ કરવામાં આવ્યું છે. અચાનક સીલ અને સ્પષ્ટતા વિના સીલ દૂર કરવાના નિર્ણયના અભાવે ઈન્ડસ્ટ્રીના કામ પર મોટી અસર થઈ છે તેમ જ કર્મચારીઓની નોકરીઓની સુરક્ષા સહિત મોટું નાણાકીય નુકસાન પણ થઈ રહ્યું છે. બનાના સ્માર્ટમ પ્લેક્સના સ્થાપક શ્રી. જેનીલ શાહએ જણાવ્યું કે, "AMC અધિકારીઓ કોઈ પણ પૂર્વ સૂચના વિના અમારી પ્રોપર્ટીને સીલ કરવા માટે આવ્યા હતા." એસ.કે. બિઝનેસના માલિક શ્રી સંજય કાકડીયાએ જણાવ્યું કે, "અમે એક પણ ઓથોરિટી એવી બાકી રાખી નથી કે જેમની સામે અને સીલ ખોલી આપીને રજૂઆત ન કરી હોય." મિનિપ્લેક્સ અને વીડિયો સિનેમાના માલિકો મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે છેલ્લા દોઢ મહિનાથી સતત મુલાકાત કરી રહ્યા છે, જેમણે ખાતરી આપી છે કે આ સીલ જલદીથી દૂર કરવામાં આવશે.
ADVERTISEMENT
AMCના આ નિર્ણયને કારણે શહેરના રોકાણકારોમાં ચિંતા વધી (Miniplex in Ahmedabad) છે. ન્યૂ ફ્રેન્ડલેડ બિઝનેસના સ્થાપક શ્રી કમલેશ પટેલે જણાવ્યું કે, જો AMCની નજરમાં કલેક્ટરનું લાઈસન્સ માન્ય ન હોય તો આ ભવિષ્યના રોકાણો માટે ભયાનક અસર ઊભી થઈ શકે છે. આ ઘટના એ સ્પષ્ટ યાદ અપાવનાર છે કે હાલ `વ્યવસાય કરવાની સરળતા` માત્ર કાગળ પર છે. મિનિપ્લેક્સ અને પોતાની યુનિક બિઝનેસ મોડલ અને નેઇબરહુડ બિઝનેસ ઓફરિંગ માટે પ્રેક્ષકોમાં લોકપ્રિય બન્યા છે."મિનિપ્લેક્સ અને વીડિયો સિનેમાના માલિકો તાત્કાલિક સ્પષ્ટતા અને સુસંગત નિયમન માટે માંગ કરી રહ્યા છે. અધિકારીઓએ યોગ્ય ઢાંચો પ્રદાન કરવા અને સીલ કરેલા સ્થળોને ખુલ્લા કરવા હિંમત ધરાવવી જોઈએ જેથી હજારો કર્મચારીઓની આજીવિકા પર અસર ન પડે.