NEET UG Exam: આ છોકરીએ 11 માં અને 12 માં ધોરણ માટે કોચિંગ સેન્ટરમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને તે માત્ર ડમી સ્ટુડન્ટ તરીકે જ સ્કૂલમાં રજીસ્ટર થઈ હતી.
પ્રતીકાત્મક તસવીર (મિડ-ડે)
દેશભરમાં NEET UG પરીક્ષાના પેપર લીક અને તેમાં થયેલા ઘોટાળાને (NEET UG Exam) લઈને વિવાદ શરૂ થયો છે. આટલી મહત્ત્વની પરીક્ષાના પેપર લીક થતાં અનેક વિદ્યાર્થીઓએ ફરી પરીક્ષા લેવાની માગણી કરી છે તો અનેક વિદ્યાર્થીઓએ ફરી પરીક્ષા સામે વિરોધ દર્શાવ્યો છે. પેપર લીક મામલે સીબીઆઇએ તપાસ હાથ ધરી છે અને અનેક લોકોની ધરપકડ પણ કરી છે. આ બધા વચ્ચે ગુજરાતથી NEET UG એવો મામલો સામે આવ્યો છે જેને લઈને આ પરીક્ષા બાબતે ફરી પ્રશ્ન ઉપસ્થિત કરવામાં આવી રહ્યા છે.
ગુજરાતના એક વિદ્યાર્થીનીએ એવું અદ્ભુત કામ કર્યું છે જે દેશના તમામ વિદ્યાર્થીઓ માટે એક ઉદાહરણ બની ગયું છે. ગુજરાતમાં એક વિદ્યાર્થીનીએ NEET UG પરીક્ષામાં 720માંથી 705 માકર્સ મેળવ્યા છે. આ અંગે ચોંકાવનારી વાત એ છે કે આ વિદ્યાર્થીની 12 માં ધોરણમાં (NEET UG Exam) નાપાસ થઈ હતી. શનિવારે NEET UG પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. મળેલી માહિતી મુજબ આ પરાક્રમ અમદાવાદની એક વિદ્યાર્થીનીએ કર્યું છે. 12 માં ધોરણ અને NEET UG ની પરીક્ષા આપનાર આ વિદ્યાર્થીનીની માર્કશીટ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં બંને માર્કશીટ વચ્ચે આટલો તફાવત જોઈને યુઝર્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જો કે, આ માર્કશીટ ગુજરાતના એક જ વિદ્યાર્થીનીની જ છે કે નહીં તે બાબતે કોઈપણ માહિતીનો ખુલાસો કરવામાં આવ્યો નથી.
ADVERTISEMENT
#NEET_SCAM
— Dr Avdhesh Yadav (@Avdheshyadavsp) June 10, 2024
Neet exam में 705 नंबर पाने वाला फ़िज़िक्स/केमिस्ट्री में फेल
Neet aspirants के अभ्यर्थियों को न्याय दो@yadavakhilesh @myogiadityanath @narendramodi pic.twitter.com/oRylDOxwbH
આ વિદ્યાર્થીનીની 12 માં ધોરણની માર્કશીટ મુજબ તેને ફિઝિક્સમાં 21 તો કેમેસ્ટ્રી અને બાયોલોજીમાં (NEET UG Exam) અનુક્રમે 31 અને 39 માકર્સ મળ્યા હતા તેમ જ અંગ્રેજીમાં તેને માત્ર 59 માકર્સ મળ્યા હતા. જેથી તેને કુલ 700 માકર્સમાંથી 352 માકર્સ મળ્યા હતા. રિપોર્ટ અનુસાર, સ્કૂલે તેના ખરાબ પ્રદર્શન વિશે વાત કરવા માટે તેના માતાપિતાને પણ બોલાવ્યા હતા. તેના કોચિંગ સેન્ટરે જણાવ્યું કે તે 12માં ધોરણમાં ભણતી હતી ત્યારે તેણે બે વાર ભણવાનું છોડી દીધું હતું. અહેવાલો અનુસાર, છોકરીએ 11 માં અને 12 માં ધોરણ માટે કોચિંગ સેન્ટરમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને તે માત્ર ડમી સ્ટુડન્ટ તરીકે જ સ્કૂલમાં રજીસ્ટર થઈ હતી.
દરમિયાન, શનિવારે NEET UG પરીક્ષાના પરિણામ જોઈને શાળા પ્રશાસન પણ આશ્ચર્યચકિત થઈ (NEET UG Exam) ગયું હતું. ધોરણ 12માં નાપાસ થયેલી છોકરીએ NEET UG પરીક્ષામાં 720 માંથી 705 માકર્સ મેળવ્યા, જેનાથી તેને ગુજરાતની ટોચની વિદ્યાર્થી બની ગઈ છે. તેણે NEET પરીક્ષામાં ફિઝિક્સમાં 99.1 ટકા માકર્સ મેળવ્યા હતા. આ ઉપરાંત તેણે કેમેસ્ટ્રી અને બાયોલોજીમાં 99.1 ટકા મેળવ્યા છે અને તેની કુલ ટકાવારી 99.8 ટકા થઈ ગઈ છે જેથી બધા ચોંકી ગયા છે.

