અલીગઢમાં અઢી વર્ષની બાળકીની હત્યા બાદ ન્યાય માટે લોકો રસ્તા પર ઊતર્યા

Published: Jun 10, 2019, 11:28 IST | અલીગઢ

અલીગઢમાં અઢી વર્ષની બાળકી ટ્વિન્કલની નરપિશાચ પણ શરમાય તેવી ક્રૂરતાથી થયેલી હત્યા બાદ ભારે તનાવ છે.

અલીગઢમાં અઢી વર્ષની બાળકીની હત્યા બાદ ન્યાય માટે લોકો રસ્તા પર ઊતર્યા
અલીગઢમાં અઢી વર્ષની બાળકીની હત્યા બાદ ન્યાય માટે લોકો રસ્તા પર ઊતર્યા

અલીગઢમાં અઢી વર્ષની બાળકી ટ્વિન્કલની નરપિશાચ પણ શરમાય તેવી ક્રૂરતાથી થયેલી હત્યા બાદ ભારે તનાવ છે.

લોકોમાં આ ઘટનાને લઈને ભારે આક્રોશ છે. સુરક્ષાબળો ખડકી દેવાયા હોવા છતાં લોકો રસ્તા પર ઊતરીને ટ્વિન્કલના હત્યારાઓને ફાંસી આપવાની માગણી કરી રહ્યા છે.

અલીગઢના ટપ્પલમાં આજે બીજા દિવસે પણ સુરક્ષા બળોએ ફ્લેગ માર્ચ કરી હતી. બાળકીને ન્યાય અપાવવા માટે દેશભરમાં દેખાવો થઈ રહ્યા છે. કેન્ડલ માર્ચની સાથે સાથે આરોપીઓના પૂતળા પણ ફૂંકાઈ રહ્યા છે.

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ આરોપીઓને ફાંસી આપવાની માગ કરી હતી. જ્યારે યુપીમાં લખીમપુરમાં તો લોકો ન્યાય માટે આમરણ ઉપવાસ પર ઊતરી ગયા છે. મધ્યપ્રદેશમાં મુસ્લિમ સમાજે આરોપીઓના પૂતળાનું દહન કરીને ગુસ્સો દર્શાવ્યો હતો.

૧૦,૦૦૦ રૂપિયાની ઉઘરાણીમાં આરોપી જાહીદ અસલમ, તેના ભાઈ મેંહદી, મેંહદીની પત્ની અને જાહીદના એક મિત્રે ટ્વિન્કલની હત્યા કરી હતી. એવું પણ મનાય છે કે ટ્વિન્કલને ગળું દબાવીને મારી નાખવામાં આવ્યા બાદ તેના મૃતદેહને ફ્રીઝમાં છુપાવાયો હતો.

આ પણ વાંચો : જામા મસ્જિદમાં Tik Tok પર પ્રતિબંધ, જાણો શું છે કારણ

આ મામલામાં યુપી પોલીસે વરતેલી ઢીલાશ સામે પણ લોકોમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK