Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > 68,000 રૂપિયાનું બિલ ચૂકવવાની ના પાડતાં ટૂરિસ્ટને થઈ 4 મહિનાની જેલ

68,000 રૂપિયાનું બિલ ચૂકવવાની ના પાડતાં ટૂરિસ્ટને થઈ 4 મહિનાની જેલ

07 August, 2019 10:48 AM IST |

68,000 રૂપિયાનું બિલ ચૂકવવાની ના પાડતાં ટૂરિસ્ટને થઈ 4 મહિનાની જેલ

બિલ ચૂકવવાની ના પાડતાં ટૂરિસ્ટને થઈ 4 મહિનાની જેલ

બિલ ચૂકવવાની ના પાડતાં ટૂરિસ્ટને થઈ 4 મહિનાની જેલ


સ્પેનના ઇબીઝા આઇલૅન્ડ પર એક બ્રિટિશ ટૂરિસ્ટને હોટલમાં ખાવા-પીવાનું બિલ ભરપાઈ કરવામાં આનાકાની કરવાનું ભારે પડી ગયું. વાત એમ હતી કે આઇલૅન્ડ પર આવેલી સા પુન્ટા હોટેલમાં બ્રિટિશ ટૂરિસ્ટે દારૂ પીધા પછી નશાની હાલમાં એક શૅમ્પેઇનની બૉટલ ઑર્ડર કરી હતી જેની કિંમત પંચાવન હજાર રૂપિયા હતી. ત્યાં ખાધા-પીધા પછી જ્યારે તેને કુલ બિલ ૬૮,૦૦૦ રૂપિયાનું મળ્યું ત્યારે તેણે એ ભરવાની ના પાડી દીધી.

ટૂરિસ્ટનું કહેવું હતું કે તેણે ભૂલથી ઑર્ડર આપી દીધેલો એટલે તે એની ચૂકવણી નહીં કરે. જોકે એ સાંભળીને રેસ્ટોરાંવાળાએ તેને પોલીસના હવાલે કરી દીધો. ગયા અઠવાડિયે તેને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો અને તેને ચાર મહિનાની જેલની સજા કરવામાં આવી છે. જો તે જેલમાંથી વહેલો છૂટવા માગતો હોય તો બિલની રકમ ભરપાઈ કરીને ગમે ત્યારે છૂટી શકે છે.



આ પણ વાંચો: બકરી ઈદ માટે 18 મહિના ઉછેરીને મોટા કરેલા 3 બકરા 22 લાખ રૂપિયામાં વેચ્યા


Whatsapp-channel Whatsapp-channel

07 August, 2019 10:48 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK