Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > સોહરાબુદ્દીન કેસ : અમિત શાહના જામીન મંજુર, ગુજરાતમાં મળશે એન્ટ્રી

સોહરાબુદ્દીન કેસ : અમિત શાહના જામીન મંજુર, ગુજરાતમાં મળશે એન્ટ્રી

27 September, 2012 06:44 AM IST |

સોહરાબુદ્દીન કેસ : અમિત શાહના જામીન મંજુર, ગુજરાતમાં મળશે એન્ટ્રી

સોહરાબુદ્દીન કેસ : અમિત શાહના જામીન મંજુર, ગુજરાતમાં મળશે એન્ટ્રી





સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટર કેસના આરોપી અને ગુજરાતના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અમિત શાહને ગુજરાતમાં પ્રવેશવાની સુપ્રીમ કોર્ટે ગઈ કાલે મંજૂરી આપી દીધી છે. અત્યારે જામીન પર મુક્ત અમિત શાહને ગુજરાતમાં પ્રવેશવા પર પ્રતિબંધ મુકાયેલો હતો. સુપ્રીમ કોર્ટે તેમના જામીન રદ કરવાની સીબીઆઇની માગણી નકારી હતી. જોકે નકલી એન્કાઉન્ટરના કેસને ગુજરાતમાંથી મુંબઈ ટ્રાન્સફર કરવાની સીબીઆઇની ડિમાન્ડ સુપ્રીમ કોર્ટે સ્વીકારી લીધી છે. બીજેપીએ સુપ્રીમ કોર્ટના ચુકાદાને આવકાર્યો હતો. નરેન્દ્ર મોદીનો રાઇટ-હૅન્ડ માનવામાં આવતા અમિત શાહની રી-એન્ટ્રી બીજેપી માટે ગુડ ન્યુઝ છે. લગભગ બે વર્ષ પછી અમિત શાહ ફરી ગુજરાતમાં પ્રવેશ કરી શકશે.

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ આફતાબ આલમ અને રંજના પ્રકાશ દેસાઈની બેન્ચે વિધાનસભાની આગામી ચૂંટણીના સંદર્ભમાં અમિત શાહને ગુજરાતમાં પ્રવેશવાની મંજૂરી આપી હતી. કોર્ટે અમિત શાહના જામીન રદ કરવાની સીબીઆઇની ડિમાન્ડ ફગાવી હતી. ગુજરાતની ઍન્ટિ ટેરરિસ્ટ સ્ક્વૉડે (એટીએસ) ૨૦૦૫માં હૈદરાબાદથી સોહરાબુદ્દીન શેખ તથા તેની પત્ની કૌસરબીની અટકાયત કરી હતી. એ પછી નવેમ્બર ૨૦૦૫માં ગાંધીનગર પાસે નકલી એન્કાઉન્ટરમાં બન્નેની હત્યા કરવામાં આવી હતી. બાદમાં સીબીઆઇએ ૨૦૧૦ની ૨૫ જુલાઈએ અમિત શાહની ધરપકડ કરી હતી. બાદમાં અમિત શાહે રાજ્યના ગૃહપ્રધાનપદેથી રાજીનામું આપ્યું હતું. સીબીઆઇનો આક્ષેપ છે કે સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટર અમિત શાહના ઇશારે કરવામાં આવ્યું હતું.

બીજેપીના પ્રવક્તા પ્રકાશ જાવડેકરે ગઈ કાલે સુપ્રીમ કોર્ટના ચુકાદાને આવકારતાં કહ્યું હતું કે ‘અમે મક્કમતાપૂર્વક એવું માનીએ છીએ કે અમિત શાહ નિર્દોષ છે. તેઓ ગુજરાત પાછા ફરશે અને ચૂંટણીમાં પ્રચાર કરી શકશે એ વાતનો અમને આનંદ છે.’

અમિત શાહની પ્રતિક્રિયા

ગઈ કાલે હરિયાણાના સૂરજકુંડમાં ચાલી રહેલી બીજેપીની કારોબારીની બેઠકમાં પહોંચેલા અમિત શાહે સુપ્રીમ કોર્ટના ચુકાદા વિશે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે ‘શરૂઆતથી જ અમારું માનવું હતું કે મારી સામેનો કેસ રાજકીય હેતુથી પ્રેરિત હતો. આજે અમે વધુ એક અવરોધ પાર કર્યો છે મને ખાતરી છે કે આવનારા દિવસોમાં હું પુરવાર કરીશ કે આ કેસ રાજકીય હેતુથી પ્રેરિત હતો અને હું નિર્દોષ છું.’

સમર્થકોએ લાડવા વહેંચ્યા

અમિત શાહનો ગુજરાતમાં પ્રવેશવાનો માર્ગ મોકળો થતાં અમદાવાદમાં તેમના સમર્થકોએ ફટાકડા ફોડીને તેમ જ લાડવા ખવડાવીને ઉજવણી કરી હતી, તો અમિત શાહ નારણપુરામાં જ્યાં રહે છે એ સોસાયટીના રહેવાસીઓ તેઓ આવ્યા પછી ઉજવણી કરવાના મૂડમાં છે.

બીજેપી = ભારતીય જનતા પાર્ટી

સીબીઆઇ = સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન

એસએમએસ = શૉર્ટ મેસેજિંગ સર્વિસ

મોદી હવે ટેન્શન ફ્રી

ગુજરાતના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અમિત શાહને ગુજરાતપ્રવેશની સુપ્રીમ કોર્ટે પરવાનગી આપતાં નરેન્દ્ર મોદીના માથેથી ચૂંટણીનો ભાર હળવો થશે. અમિત શાહના ચુકાદાને પગલે અમદાવાદમાં તેમના સમર્થકોમાં ખુશીનો માહોલ ફેલાયો હતો.

અમિત શાહને મોદીના વિશ્વાસુઓમાંના એક માનવામાં આવે છે ત્યારે ચૂંટણી સમયે જ તેમને ગુજરાતમાં આવવાની છૂટ મળવાથી મોદીના માથેથી ચૂંટણીનો ભાર થોડો હળવો થશે, કેમ કે અમિત શાહ ચૂંટણીની વ્યૂહરચનામાં માહેર છે. ચૂંટણીની બેઠકોમાં ક્યાં કોનો કેવી રીતે ઉપયોગ કરવો એની શાહને સારી આવડત છે. ૨૦૦૭માં ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં અમિત શાહ અને રાજસ્થાનના ઓમ માથુરે કાર્યભાર સંભાળ્યો હતો.

અમિત શાહ અને સોહરાબુદ્દીન કેસ વિશે વાંચો વધુ




હવે અમિત શાહ પણ સીબીઆઇના ફંદામાં


સુપ્રીમ કોર્ટમાં અમિત શાહના જામીન રદ કરવાની ...

સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસની સુનાવણી ...


જે જેલના સંજીવ ભટ્ટ સુપરિટેન્ડન્ટ હતા, એ જ ...
Whatsapp-channel Whatsapp-channel

27 September, 2012 06:44 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK