Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કોંગ્રેસને ચૂંટણી પહેલા જ દેવાંમાફીનો વિચાર આવે છે: કાશ્મીરમાં મોદી

કોંગ્રેસને ચૂંટણી પહેલા જ દેવાંમાફીનો વિચાર આવે છે: કાશ્મીરમાં મોદી

03 February, 2019 03:35 PM IST | વિજયપુર, કાશ્મીર

કોંગ્રેસને ચૂંટણી પહેલા જ દેવાંમાફીનો વિચાર આવે છે: કાશ્મીરમાં મોદી

કાશ્મીરના વિજયપુરમાં મોદી

કાશ્મીરના વિજયપુરમાં મોદી



નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી રવિવારે તેમના 11મા જમ્મુ-કાશ્મીરના પ્રવાસે પહોંચ્યા છે. તેમણે લદાખ માટે 12,000 કરોડની પરિયોજનાઓનો પાયો નાખ્યો. તેમાં 480 કરોડ રૂપિયાના ખર્ચે બનનારા એરપોર્ટનું ટર્મિનલ બિલ્ડીંગ પણ સામેલ છે. ત્યારબાજ જમ્મુના વિજયપુરમાં રેલી કરી. મોદીએ કહ્યું કે કોંગ્રેસે ખેડૂતોને દગો આપીને કેન્દ્રમાં છેલ્લે સરકાર બનાવી હતી. તેમણે ચૂંટણી પહેલા જ દેવાંમાફીનો વિચાર આવે છે. મોદીના પ્રવાસ પહેલા અલગાવવાદી નેતા નીરવાઈઝ ઉમર ફારૂખને નજરબંધ કરવામાં આવ્યા.

મોદીએ કહ્યું, "અમારી સરકાર માટે દેશ અને લોતોના હિત સર્વોપરી છે. બજેટમાં 70 વર્ષોના ઇતિહાસમાં પહેલીવાર ભાજપ સરકાર ખેડૂતો માટે ઐતિહાસિક યોજના લઈને આવી, જેની કલ્પના પણ નહોતી થઈ શકતી. મોદીએ બેંક ખાત ખોલાવવાનું અભિયાન ચલાવ્યું હતું. ત્યારે પોતાને દિગ્ગજ અને બુદ્ધિશાળી માનનારા લોકોએ મજાક ઉડાવી. હવે ખબર પડી કે જનધન અકાઉન્ટનો ફાયદો કેવી રીતે મળવાનો છે. કરોડો ખેડૂતોને મદદ પહોંચવાની છે."



આ પણ વાંચો: પ. બંગાળઃમમતા બેનર્જીએ ન ઉતરવા દીધું યોગીનું હેલિકોપ્ટર


વડાપ્રધાને કહ્યું, "કોંગ્રેસે પાછલી ચૂંટણી પણ ખેડૂતોની દેવાંમાફી પર લડી હતી. ખેડૂતો માટે બીમાર કરો-પુડિયા દો વાળી વ્યવસ્થા હતી. દેવાંમાફીથી ખેડૂતોનું દેવું ક્યારેય ખતમ નથી થતું, વચેટિયાઓના ખિસ્સા જાડા થઈ જાય છે. 10 વર્ષ પહેલા ખેડૂતો પર 6 લાખ કરોડનું દેવું હતું. કોંગ્રેસે સત્તા હાંસલ કરી, પરંતુ 6 લાખ કરોડના દેવામાં ફક્ત 52 હજાર કરોડ માફ કર્યા. ખેડૂતો સાથે દગો કર્યો. CAGએ તપાસ કરી તો તેમાં પણ 30-35 લાખ લોકો એવા હતા, જે દેવાંમાફીના હકદાર ન હતા."


Whatsapp-channel Whatsapp-channel

03 February, 2019 03:35 PM IST | વિજયપુર, કાશ્મીર

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK