પહાડની કિનારીએ હવામાં લટકતી આ હોટેલમાં રહેવાનું સાહસ છે?

Published: 14th October, 2020 07:51 IST | Gujarati Mid-day Correspondent | Colombia

જો તમને સાહસ અને રોમાંચથી ભરપૂર હોલિડે ગાળવાનું મન થતું હોય તો કોલંબિયન માઉન્ટેન પર આવેલી એક હોટેલ વિશે જાણવા જેવું છે.

માઉન્ટન કેબિન
માઉન્ટન કેબિન

ક્યાંક નવી જગ્યાએ એક-બે દિવસ માટે હવાફેર કરવા જવાનું હોય તો આસપાસના લોકેશનની આપણે અનેક વાર તપાસ કરીએ છીએ. જો તમને સાહસ અને રોમાંચથી ભરપૂર હોલિડે ગાળવાનું મન થતું હોય તો કોલંબિયન માઉન્ટેન પર આવેલી એક હોટેલ વિશે જાણવા જેવું છે. સ્પૅનિશ ભાષામાં ‘લા કાસા એન ઍર’ અને અંગ્રેજીમાં ‘ધ હાઉસ ઇન ઍર’ નામની આ હોટેલ એક પર્વતની કિનારીએ આવેલી છે જે જમીનથી ૩૦ મીટર ઊંચી અને સી-લેવલથી ૨૪૦૦ મીટર ઊંચે છે.

mountain-02

પર્વતની કિનારીએ સ્ટીલના કૅબલ્સ દ્વારા ખડકો સાથે લટકતી આ હોટેલમાં કોલંબિયાના અબેજોરલ ટાઉનની બહાર આવેલી આ હોટેલમાં તમને સાહસ અને સૌંદર્યનો ખજાનો માણવા મળશે, પણ એમાં તમને રાજાશાહી ભોજન વ્યવસ્થા મળી શકશે નહીં. આ પર્વતીય હોટેલ પર પહોંચવા માટે જબરા સાહસની જરૂર પડે છે અને એક કેબલ દ્વારા જ અહીં સુધી પહોંચી શકાય છે. એટલે અહીં પહોંચતી વખતે જ જરૂરી ફૂડ અને વૉટર સાથે લઈ જવાના રહે છે. ટીન પૅક્ડ ફૂડ, પાંચ લિટર પાણી અને બ્રેડ અને સૂકા નાસ્તાઓથી જ ચલાવી લેવાનું રહે છે. જોકે અહીં તમે કલાકો સુધી બે પર્વતો વચ્ચે લગાવેલા ઝુલાઓની વચ્ચે રિલૅક્સ થઈ શકો છો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK