Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > એક્સ-બૉયફ્રેન્ડના પત્રો બાળવા જતાં ઘર બળીને ખાખ થઈ ગયું

એક્સ-બૉયફ્રેન્ડના પત્રો બાળવા જતાં ઘર બળીને ખાખ થઈ ગયું

23 September, 2019 10:33 AM IST | નેબ્રાસ્કા

એક્સ-બૉયફ્રેન્ડના પત્રો બાળવા જતાં ઘર બળીને ખાખ થઈ ગયું

એક્સ-બૉયફ્રેન્ડના પત્રો બાળવા જતાં ઘર બળીને ખાખ થઈ ગયું

એક્સ-બૉયફ્રેન્ડના પત્રો બાળવા જતાં ઘર બળીને ખાખ થઈ ગયું


વૉટ્સઍપ અને ફેસટાઇમના જમાનામાં પ્રેમીઓ વચ્ચે પત્રોની આપ-લે હવે બહુ ઘટી ગઈ છે, પરંતુ રોમૅન્ટિક સંબંધોમાં હજીયે ઘણા લોકો લવલેટર્સ લખવામાં રોમાંચ અનુભવે છે. અમેરિકાના નેબ્રાસ્કામાં રહેતી ૧૯ વર્ષની એક કન્યાએ પણ પ્રેમસંબંધમાં પત્રોની આપ-લે કરી હતી. જોકે એ પછી બ્રેકઅપ થઈ જતાં બહેને એ સંબંધનું ગમ ભુલાવવા માટે એક્સ-બૉયફ્રેન્ડે લખેલા પત્રો બાળી નાખવાનું નક્કી કર્યું, જોકે એમાં સહેજ ગલફત થઈ જતાં તેને મોટું નુકસાન થયું હતું. આઇરિના લિલાર્ડ નામની ટીનેજરે એક રાતે બ્યુટેન ટોર્ચની મદદથી એક્સ-બૉયફ્રેન્ડે લખેલાં પત્રોને બાળવાની કોશિશ કરી હતી. તેણે ખાસ્સો સમય ટોર્ચથી કાગળિયાં બાળવાની કોશિશ કરી, પણ કાગળ આગ પકડતાં જ નહોતાં એટલે થાકીને તે બધું એમ જ મૂકીને પથારીમાં સૂવા જતી રહી.

આ પણ વાંચો : જયપુરમાં 4 પગ અને 3 હાથવાળી બાળકી જન્મી



થોડીક વાર બાદ ખૂબ બળવાની વાસ આવતાં તે જાગી અને જોયું તો ખબર પડી કે તેના ઘરની કાર્પેટ બળી રહી છે અને એ આગ ચારે તરફ ફેલાઈ રહી છે. તરત જ આઇરિનાએ ફાયરબ્રિગેડને ફોન કર્યો અને પોતે ઘરમાંથી બહાર સલામત રીતે નીકળી ગઈ. ફાયરબ્રિગેડ પણ સમયસર આવી ગઈ અને આગને કાબૂમાં લઈ લીધી. જોકે આ પળોજળમાં તેના ઘરમાં અઢી-ત્રણ લાખ રૂપિયાનું નુકસાન થઈ ગયું હતું. અમેરિકાના કાયદા મુજબ જેની લાપરવાહીને કારણે આગ લાગી હોય તેની પર કાર્યવાહી થતી હોય છે એટલે બહેનને હવે કોર્ટના ચક્કર કાપવાં પડશે એ લટકામાં.


Whatsapp-channel Whatsapp-channel

23 September, 2019 10:33 AM IST | નેબ્રાસ્કા

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK