Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > મુંબઈઃ દાદી થયાં ગ્રૅજ્યુએટ

મુંબઈઃ દાદી થયાં ગ્રૅજ્યુએટ

18 June, 2019 08:44 AM IST | મુંબઈ
જયદીપ ગણાત્રા

મુંબઈઃ દાદી થયાં ગ્રૅજ્યુએટ

મુંબઈઃ દાદી થયાં ગ્રૅજ્યુએટ


ભણીને શું કરવું છે, છોકરીઓ તો પરણ્યા બાદ સાસરે જઈને ઘર સંભાળે એવી માન્યતા છોકરીઓ માટે આજથી ત્રીસેક વર્ષ પહેલાં હતી. ભાંડુપમાં રહેતા અને એક ખાનગી કંપનીમાં મુકાદમ તરીકે નોકરી કરતા બકોરભાઈ સોલંકીએ પણ આવી જ માન્યતાને વશ થઈને તેમની નાની દીકરીનું ભણતર અધવચ્ચેથી મુકાવીને તેનાં લગ્ન કરાવી દીધાં. એ જ મીનાબહેન મહેન્દ્રભાઈ વાલંત્રાને ભણવાની ઉત્કંઠા જાગી અને લગ્નનાં ૨૫ વર્ષ બાદ તેમણે એસએસસીની પરીક્ષા આપી અને ૭૧ ટકા સાથે પાસ થયાં. ત્યાર બાદ ચર્ચગેટસ્થિત આવેલી એસએનડીટી કૉલેજમાં ઍડ્મિશન લીધું અને આજે ૨૦૧૯માં તેમણે ટી.વાય.બી.એ. પાસ કર્યું. ભણતરની કિંમત શું છે એનો ઉત્તમ દાખલો બેસાડ્યો છે મીનાબહેને. આજે મીનાબહેન દાદી બની ચૂક્યા છે છતાં તેમનામાં રહેલી હામને દાદ આપવી પડે.

ભણતર શું છે એ વિશે મીનાબહેને કહ્યું હતું કે ‘મને પહેલેથી જ ભણવામાં રસ હતો, પણ વડીલોનું માનવું જરૂરી હતું એટલે તેમના કહેવા પ્રમાણે મેં લગ્ન કરી લીધાં હતાં. લગ્ન કયાર઼્ પછી મેં મારા પતિને મારી ભણવાની ઇચ્છા વિશે વાત કરી હતી. આજે હું ટી.વાય.બી.એ. થઈ એની પાછળ અફર્કોસ મારા પતિનો સર્પોટ હતો એટલે જ.’



મીનાબહેનના પિતા બકોરભાઈને ત્રણ દીકરી અને બે દીકરા. સૌથી મોટી બહેન યશોદાને સાતમા ધોરણ સુધી, વચલી બહેન વાસંતીને દસમા ધોરણા સુધી અને મીનાબહેનને આઠમા ધોરણ સુધી ભણતર કરાવ્યું. બન્ને દીકરામાંથી એક દીકરા ભરતને ગ્રેજ્યુએશન અને બીજા દીકરા હસમુખને ૭ ધોરણ સુધી ભણાવ્યો. ભણતર જીવનમાં કેટલું મહત્વનું પાસું છે એ મીનાબહેનને માલૂમ હતું. માત્ર પતિનો જ નહીં, કૉલેજમાં ટીચરોનો પણ સર્પોટ ઘણો મળ્યો. એ વિશે મીનાબહેન જણાવે છે કે ‘લગ્નનાં ૨૫ વર્ષ બાદ વિરારની દુગ્ગર સ્કૂલમાંથી પ્રાઇવેટ ફૉર્મ ભરીને એસએસસી પાસ કરી. ૧૨મા ધોરણમાં મેં ૫૮ ટકા માર્ક્સ મેળવ્યાં અને આ વર્ષે ટી.વાય.બી.એ. થઈ ગઈ. ભણવામાં પતિએ જેટલો સર્પોટ કર્યો એટલી જ ચર્ચગેટની એસએનડીટી કૉલેજના ડો. હેતલ બારોટ સર, કાશ્મીરા અને ધારિણી મિસે પણ મને ઘણી જ મદદ કરી.’


આ પણ વાંચોઃ આ જ પત્ની જન્મોજનમ મળે એ માટે પતિઓએ કર્યું વટસાવિત્રીનું વ્રત

દીકરીઓ તો સાસરે જઈને ઘર સંભાળે એવી માન્યતા અને મહેણાંને ભાંગીને મીનાબહેને ગ્રેજ્યુએશન કર્યું અને સ્ત્રીઓ પુરુષસમોવડી છે એવું તેમણે તેમની દીકરી શ્રુતિકાને બીએસસી ભણાવીને સાબિત કર્યું છે. ૪૬ વર્ષનાં મીનાબહેનનો દીકરા જિતેશના લગ્ન પણ થઈ ગયા છે તેમ જ તેને ત્યાં ચાર વર્ષનો શૌર્ય નામનો પુત્ર છે.


Whatsapp-channel Whatsapp-channel

18 June, 2019 08:44 AM IST | મુંબઈ | જયદીપ ગણાત્રા

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK