Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મોદી સરકારનો માસ્ટર સ્ટ્રોક, સવર્ણોને 10% અનામતની મંજૂરી

મોદી સરકારનો માસ્ટર સ્ટ્રોક, સવર્ણોને 10% અનામતની મંજૂરી

07 January, 2019 03:41 PM IST | નવી દિલ્હી

મોદી સરકારનો માસ્ટર સ્ટ્રોક, સવર્ણોને 10% અનામતની મંજૂરી

ફાઇલ ફોટો

ફાઇલ ફોટો


મોદી સરકારે લોકસભા ચૂંટણી પહેલા મોટું પગલું ભર્યું છે. કેન્દ્રીય કેબિનેટે સવર્ણોને 10 ટકા અનામતના નિર્ણય પર મહોર લગાવી દીધી છે. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કેબિનેટની બેઠક પછી આ જાણકારી આપી. એસસી/એસટી ઍક્ટ પર મોદી સરકારના નિર્ણય પછી સવર્ણોમાં નારાજગી અને તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં ત્રણ રાજ્યોમાં મળેલી હારને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હોય એમ લાગી રહ્યું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે મંગળવારે મોદી સરકાર બંધારણીય સુધારા બિલ સંસદમાં રજૂ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે મંગળવારે સંસદના શિયાળુ સત્રનો છેલ્લો દિવસ છે.

રાજકીય પંડિતો પ્રમાણે, મોદી સરકારે આ નિર્ણયથી રાફેલ સોદા અને ખેડૂતોના દેવાંમાફી જેવા મુદ્દાઓની હવા કાઢી નાખી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ નિર્ણયના દૂરોગામી રાજકીય પરિણામો જોવા મળશે. કેટલીક અન્ય જાતિઓ પણ લોકસભા ચૂંટણી પહેલા આરક્ષણની માંગ કરી શકે છે.



ઉલ્લેખનીય છે કે તે હેઠળ આર્થિક રીતે કમજોર સવર્ણોને અનામત આપવામાં આવશે. કેન્દ્ર સરકારનો આ એક ઐતિહાસિક નિર્ણય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સોમવારે કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઘણા રાજ્યોમાં સવર્ણો આરક્ષણની માંગ કરી રહ્યા છે. હાલ ત્રણ રાજ્યો મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં બીજેપીને મળેલી હાર પછી આ નિર્ણયનું મહત્વ વધી જાય છે.


બીજેપી નેતા શહનવાઝ હુસૈને આ નિર્ણયને મોદી સરકારનો ઐતિહાસિક નિર્ણય જણાવીને કહ્યું કે ગરીબ સવર્ણ સમુદાય લાંબા સમયથી તેની માંગ કરી રહ્યો હતો. પીએમ મોદીએ તેમની આ માંગને માનીને સમાજને મજબૂત કરવાની દિશામાં પગલું ભર્યું છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર અને રાજ્યોમાં પહેલેથી જ અન્ય પછાત વર્ગ માટે 27 ટકા અને અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે 22 ટકા અનામતની વ્યવસ્થા છે.

 


આ પણ વાંચો: સંસદમાં ઉઠ્યો ગેરકાયદે ખાણકામમાં અખિલેશના નામનો મામલો, સપાનો હોબાળો

 

સરકાર આ રીતે આપશે સવર્ણોને અનામત

મોદી સરકાર સવર્ણોને અનામત આપવા માટે ટુંક સમયમાં બંધારણમાં ફેરફાર કરશે. આ માટે બંધારણના અનુચ્છેદ 15 અને અનુચ્છેદ 16માં ફેરફાર કરવામાં આવશે. બંને અનુચ્છેદમાં ફેરફાર કરીને આર્થિક આધાર પર અનામત આપવાનો રસ્તો સ્પષ્ટ થઈ જશે.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે જ્યારે સુપ્રીમ કોર્ટે SC/ST ઍક્ટમાં ફેરફાર કરવાનો આદેશ આપ્યો હતો ત્યારે દેશભરમાં દલિતોએ ઘણું પ્રદર્શન કર્યું હતું. તે જોતા કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટનો નિર્ણય બદલી નાખ્યો હતો. એવું માનવામાં આવી રહ્યું હતું કે મોદી સરકારના આ નિર્ણયથી સવર્ણો ઘણા નારાજ થઈ ગયા હતા. દલિતોના બંધ પછી સવર્ણોએ પણ ભારતબંધનું આહ્વાન કર્યું હતું.

Whatsapp-channel Whatsapp-channel

07 January, 2019 03:41 PM IST | નવી દિલ્હી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK