Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ભાઈંદરમાં પત્નીની ઑફિસમાં ઘૂસીને પતિએ કરી નાખી હત્યા

ભાઈંદરમાં પત્નીની ઑફિસમાં ઘૂસીને પતિએ કરી નાખી હત્યા

30 January, 2019 07:54 AM IST |
પ્રીતિ ખુમાણ ઠાકુર

ભાઈંદરમાં પત્નીની ઑફિસમાં ઘૂસીને પતિએ કરી નાખી હત્યા

આ કપલનાં લગ્નથી જ તેમનું પરસ્પર બની નહોતું રહ્યું.

આ કપલનાં લગ્નથી જ તેમનું પરસ્પર બની નહોતું રહ્યું.


ચાર્ટર્ડ અકાઉન્ટન્ટની ઑફિસમાં કામ કરતી એક મહિલાની તેના જ પતિએ તેની ઑફિસમાં ઘૂસીને ચાકુથી ૧૫ વાર કરીને હત્યા કરી હોવાનો આઘાતજનક બનાવ સામે આવ્યો છે એટલું જ નહીં, પોલીસ-સ્ટેશનમાં પહોંચીને તેણે પોલીસ સામે પોતે કરેલા ગુનાની કબૂલાત સુધ્ધાં કરી હતી.

આ બનાવ વિશે ભાઈંદર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર આર. કે. જાધવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ભાઈંદર (વેસ્ટ)માં ઉત્તન રોડ પર વીણા ભોઈર અને કુમાર ભોઈર આ પતિ-પત્ની રહેતાં હતાં. લગ્ïન થયાં ત્યારથી જ તેમનું એકબીજાથી વધુ જામતું નહોતું, જેથી તેમના પારંપરિક જીવનમાં હંમેશાં ઝઘડા ચાલતા હતા. વીણાએ ભાઈંદરમાં સ્ટેશન રોડ પર આવેલી વ્યંકટેશ સોસાયટીના બિલ્ડિંગ ક્રમાંક ૨માં રમેશ વોરા અને જયેશ વોરા નામના ઘ્ખ્ની ઑફિસમાં અકાઉન્ટન્ટ તરીકે કામ કરતી હતી. વીણાનો પતિ કુમાર ભોઈરે બે જાન્યુઆરીએ વીણા ગુમ થઈ હોવાની ભાઈંદર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. ૩ અઠવાડિયાં થઈ ગયાં હોવા છતાં વીણાની કોઈ માહિતી અને વીણા મળી રહી ન હોવાથી તેનો પતિ અસ્વસ્થ થઈ ગયો હતો. એવામાં ગઈ કાલે વીણા ઑફિસમાં આવી હોવાની માહિતી તેને મળી હતી. એથી તે સવારે સાડાનવ વાગ્યે રોષે ભરાઈને તેની ઑફિસમાં પહોંચી ગયો હતો અને ત્યાં બન્ને વચ્ચે બોલાચાલી થવા લાગી હતી.



આ પણ વાંચો : મહેનત કર્યા પછી પણ પરીક્ષામાં સફળતા ન મળે તો એવું જીવન શું કામનું?


બોલાચાલી દરમ્યાન સાથે લઈ ગયેલા ચાકુથી તેના પર ૧૫ વાર કર્યા હતા. લોહીલુહાણ અવસ્થામાં તેને હૉસ્પિટલમાં લઈ જવાઈ, પરંતુ તેને મૃત જાહેર કરાઈ હતી. હત્યા કરીને કુમાર પોલીસ-સ્ટેશનમાં આવ્યો અને તેણે જે ક્ર્યું એની બધી માહિતી આપીને પોલીસને સરેન્ડર કર્યું હતું. કુમારને પત્નીના લગ્ïનબાહ્ય સંબંધ હોવાની શક્યતા હોવાથી તેણે આવું પગલું ભર્યું હોવાની સંભાવના છે, પરંતુ પોલીસ બધી દિશામાં તપાસ કરી રહી છે.’


Whatsapp-channel Whatsapp-channel

30 January, 2019 07:54 AM IST | | પ્રીતિ ખુમાણ ઠાકુર

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK