Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > લોકરક્ષક દળની પરીક્ષામાં સામે આવી ખામીઓ

લોકરક્ષક દળની પરીક્ષામાં સામે આવી ખામીઓ

06 January, 2019 08:06 PM IST |

લોકરક્ષક દળની પરીક્ષામાં સામે આવી ખામીઓ

લોકરક્ષક દળની પરીક્ષા આપવા જઈ રહેલા યુવાનનું અકસ્માતમાં મોત

લોકરક્ષક દળની પરીક્ષા આપવા જઈ રહેલા યુવાનનું અકસ્માતમાં મોત


લોકરક્ષક દળની ભરતીની પરીક્ષા 2 ડિસેમ્બરે યોજાઈ હતી. પરંતુ તે પહેલા પેપર લીક થઈ જતા પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી. જે બાદ આજે ફરી ચુસ્ત સુરક્ષા વચ્ચે પરીક્ષા લેવામાં આવી. એકંદરે શાંતિપૂર્ણ રીતે પુરી થયેલી પરીક્ષામાં જો કે કેટલાક છબરડાઓ પણ સામે આવ્યા.

વિદ્યાર્થિનીને મળ્યું અધુરું પેપર

લોકરક્ષક દળની આજે યોજાયેલી પરીક્ષામાં દાહોદની વિદ્યાર્થિનીને પ્રશ્નપત્ર અધુરું મળ્યું હતું. વિદ્યાર્થિનીએ કરેલી ફરિયાદ પ્રમાણે તેણે સંચાલકને જાણ કરી હતી પરંતુ તેને પેપર બદલીને ન આપવામાં આવ્યું. જેના કારણે તેને અડધું જ પેપર લખવા મળ્યું. જે બાદ વિદ્યાર્થિનીએ લેખિતમાં ફરિયાદ કરી છે.


પરીક્ષાર્થીનું અકસ્માતે થયું મોત

અરવલ્લીમાં લોકરક્ષક દળની પરીક્ષા આપવા જઈ રહેલા પરીક્ષાર્થીનું અકસ્માતમાં મોત થયું હોવાની દુઃખદ ઘટના પણ આજે બની. બાયડના સરસોલી પાસે પરીક્ષાર્થીનું બાઈક વૃક્ષ સાથે અથડાતા અકસ્માત થયો અને તેને સારવાર દરમિયાન હૉસ્પિટલ ખસેડવામાં આવતા તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.

LRDના પરીક્ષાર્થીને લઈ જતો ડ્રાઈવર દારૂ પીધેલો પકડાયો

મોડાસાથી લોકરક્ષક દળની પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓને લઈ જતી બસનો ડ્રાઈવર પીધેલી હાલતમાં ઝડપાયો. LRDના પરીક્ષાર્થીઓ માટે સરકારે વિના મૂલ્યે બસની સુવિધા ઉપલબ્ધ કરાવી હતી. ત્યારે એક બસના ડ્રાઈવરે દારૂના નશામાં બેફામ બસ ચાલવતા પરીક્ષાર્થીઓમાં ડર જોવા મળ્યો હતો. જે બાદ ડ્રાઈવરની તપાસ કરવામાં આવતા તે નશામાં હોવાનો ખુલાસો થતા ડ્રાઈવરને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

06 January, 2019 08:06 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK