Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ : વાવમાં 4 કલાકમાં 7 ઇંચ ખાબક્યો

ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ : વાવમાં 4 કલાકમાં 7 ઇંચ ખાબક્યો

29 July, 2019 06:42 AM IST | Palanpur

ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ : વાવમાં 4 કલાકમાં 7 ઇંચ ખાબક્યો

વાવ વિસ્તારમાં 4 કલાકમાં પડ્યો 7 ઇંચ વરસાદ

વાવ વિસ્તારમાં 4 કલાકમાં પડ્યો 7 ઇંચ વરસાદ


Palanpur : ગુજરાતમાં અત્યારે વરસાદી માહોલ જામતો જાય છે. ત્યારે રવીવારે મોડી રાત્રે વાવ વિસ્તારમાં 4 કલાકમાં આશરે 7 ઇંચ જેટલો વરસાદ ખાબકી પડ્યો હતો. તો થરાદ ગામમાં 2 કલાકમાં 4 ઇંચ અને દિયોદરમાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેને પગલે આ સમગ્ર વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતા.


ઉત્તર ગુજરાતમાં 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે



ઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાતમાં 3 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. પાટણ, બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લામાં NDRF ની 3 ટીમો તહેનાત કરાઇ છે. 85 જવાનો સાથેની ત્રણેય ટીમોને કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા સ્ટેન્ડ બાય રહેવા આદેશ અપાયા છે. આ સાથે સમગ્ર ઉત્તર ગુજરાતના સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને રજા રદ્દ કરી આગામી ચાર દિવસ સુધી ફરજ પરનુ સ્થળ ન છોડવા આદેશ કરાયા છે.જ્યારે મોડી રાત્રે પાટણ,સાકરકાંઠા અને મહેસાણામાં ઝાપટાં પડ્યા હતા.



આ પણ જુઓ : જ્યારે સાંબેલાધાર વરસાદે ખોરવી હતી મુંબઈની લાઈફલાઈન, જુઓ ફોટોઝ

24
કલાકમાં અમદાવાદમાં 3થી 4 ઇંચ વરસાદ થશે: હવામાન વિભાગ

બંગાળની ખાડી અને તેને અડીને આવેલા ઉત્તરી ઓરિસ્સા, ઝારખંડ વિસ્તાર પર હાલ લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે. આ લો-પ્રેશર સિસ્ટમ ઉત્તર પશ્ચિમ મધ્ય પ્રદેશ અને રાજસ્થાન થઈ ગુજરાત તરફ આગળ વધી રહી છે. આ સિસ્ટમ રવિવાર મોડી રાત પછી ઉત્તર ગુજરાત પર સક્રિય થતાં સોમવારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. વધુમાં આ સિસ્ટમને પગલે આગામી 3થી 4 દિવસ સુધી અમદાવાદ સહિત રાજ્યભરમાં સાર્વત્રિક ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.


 

30 મીએ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા

બંગાળની ખાડી પર સર્જાયેલ લો-પ્રેશર સિસ્ટમ આગળ વધી રહી છે. તેની સાથે જ ઉત્તર પશ્ચિમ મધ્ય પ્રદેશ અને તેને અડીને આવેલા રાજસ્થાન પર સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ પણ સક્રિય છે. જેના કારણે 29 મીએ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને પાટણ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.

આ પણ જુઓ : જ્યારે તાળવે ચોંટ્યા હતા 700 લોકોના જીવ, જુઓ એ ભયાવહ ઘટનાની તસવીરો

લો પ્રેશર સિસ્ટમ વધુ સક્રિય રહેશે તો ભારેથી અતી વરસાદ પડી શકે છે
હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે જોઆ સિસ્ટમ સક્રિય રહેતાં આગામી 3 થી 4 દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. એજરીતે મધ્ય ગુજરાતમાં અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, મહિસાગર, ખેડા જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. જ્યારે 30 મીએ કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.

Whatsapp-channel Whatsapp-channel

29 July, 2019 06:42 AM IST | Palanpur

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK