Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > મહેસાણા અને ડીસા ઍરપોર્ટ પરથી શરૂ થશે ફ્લાઇટ

મહેસાણા અને ડીસા ઍરપોર્ટ પરથી શરૂ થશે ફ્લાઇટ

27 December, 2019 09:34 AM IST | Gandhinagar

મહેસાણા અને ડીસા ઍરપોર્ટ પરથી શરૂ થશે ફ્લાઇટ

પ્લેન

પ્લેન


ગુજરાતમાંથી મહેસાણા, અમરેલી, ડીસા અને માંડવી ઍરપોર્ટ પરથી પણ હવે હવાઈ મુસાફરી કરી શકાશે. આ ઉપરાંત એમ્ફિબિયસ પ્લેન દ્વારા સાબરમતી નદીથી સીધા સ્ટૅચ્યુ ઑફ યુનિટી, નર્મદા નદીમાં સી પ્લેન મારફત પણ ઉડાન ભરી શકાશે. સી પ્લેન દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ, સ્ટૅચ્યુ ઑફ યુનિટી અને પાલિતાણા નજીક શેત્રુંજય ડૅમના પાણીમાં સીધા પ્લેન ઊતરતાં દેખાય એ દિવસો હવે દૂર નથી.

ભારત સરકારે ઉડાન સ્કીમ હેઠળ વિવિધ નાનાં પ્રવાસન સ્થળોને ઍર કનેક્ટિવિટી મળી રહે એ માટે પ્રયાસો હાથ ધર્યા છે. ગુજરાતમાં પણ હાલ શેડ્યુલ ઑપરેટર ઉડાન સ્કીમ હેઠળ વિવિધ સ્થળોએ તેમની વિમાન સેવા આપી રહ્યા છે. રાજ્ય સરકારના એવિએશન વિભાગના કૅપ્ટન અજય ચૌહાણના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી ઉડાન સ્કીમ માટેના બિડિંગની પ્રોસેસ માટે ચાર સ્થળોનાં નામ મોકલી અપાયાં છે જેમાં મહેસાણા, અમરેલી, ડીસા અને માંડવી ઍરપોર્ટનો સમાવેશ થાય છે.



આ ચાર સ્થળમાંથી કોને એકબીજા સાથે જોડવાં એ ઍરલાઇન્સ કે ઑપરેટર નક્કી કરશે. ત્યાર બાદ એની એક બેઝ પ્રાઇસ અપાશે અને એના પર બિડિંગ કરાશે. ભારત સરકારે ઉડાન-૪ નામની બિડિંગ પ્રોસેસ શરૂ કરી છે જેમાં પહેલી વાર નૉન-શેડ્યુલ ઑપરેટર પરમિટ (એનએસઓપી) કૅટેગરીમાં બિડિંગ થશે. ગુજરાતમાં હાલ ઉડાન યોજના હેઠળ ઍર ડેક્કન, ટ્રુજેટ, સ્ટાર ઍરલાઇન્સ જેવી શેડ્યુલ કંપનીઓ કાર્યરત છે. હવે નૉન-શેડ્યુલ ઍરલાઇન્સને બિડ કરવાની પરવાનગી મળતાં સુરતની વેન્ચુરા પણ આ પ્રક્રિયામાં ભાગ લઈ શકશે.


આ પણ વાંચો : કરાચીથી મુંદરા આવેલા જહાજના ખાલી કન્ટેનરમાંથી ઍરક્રાફ્ટ લૉન્ચિંગ ગ‌િયર મળી આવતાં એજન્સીઓ ચોંકી

રાજ્યમાં સી પ્લેનની વાતો છેલ્લાં કેટલાંક વર્ષોથી થાય છે, પરંતુ હવે ઉડાન-૪ બિડિંગમાં ખાસ જોગવાઈઓને પગલે ગુજરાતમાંથી ત્રણ સ્થળોને બિડિંગ પ્રોસેસમાં મૂકવા રાજ્ય સરકારે અનુમતિ આપી છે. જે ત્રણ વૉટર ઍરોડ્રોમનો તેમાં સમાવેશ કરાયો છે તેમાં સાબરમતી રિવરફ્રન્ટ, સ્ટૅચ્યુ ઑફ યુનિટી અને પાલિતાણા નજીક શેત્રુંજય ડૅમનો સમાવેશ થાય છે.


Whatsapp-channel Whatsapp-channel

27 December, 2019 09:34 AM IST | Gandhinagar

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK