Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બેઘર લોકોની તકલીફ સમજવા માટે 2 મહિના રોડ પર જીવન ગાળ્યું

બેઘર લોકોની તકલીફ સમજવા માટે 2 મહિના રોડ પર જીવન ગાળ્યું

17 March, 2019 10:00 AM IST |

બેઘર લોકોની તકલીફ સમજવા માટે 2 મહિના રોડ પર જીવન ગાળ્યું

2 મહિનાથી રોડ પર રહે છે આ નિવૃ્ત્ત કેપ્ટન

2 મહિનાથી રોડ પર રહે છે આ નિવૃ્ત્ત કેપ્ટન


ભૂતપૂર્વ બ્રિટિશ આર્મી કૅપ્ટન એડ સ્ટૅફોર્ડને આર્મી છોડ્યા પછી જાતજાતના પ્રયોગો અને સાહસો કરવાનું લિટરલી વળગણ થઈ ગયું છે. થોડાંક વર્ષો પહેલાં તેણે ઍમેઝૉન નદીની ચાલીને પરિક્રમા કરેલી. ૬૪૦૦ કિલોમીટરના આ પટ્ટાની પ્રદક્ષિણા કરવા તે સતત ૮૬૦ દિવસ એટલે કે બે વર્ષ ચાર મહિના આઠ દિવસ સુધી ચાલતો રહ્યો હતો. હાલમાં એડ ૪૩ વર્ષનો છે અને તાજેતરમાં તેણે બ્રિટિશ ચૅનલ ૪ સાથે મળીને બ્રિટનમાં રહેતા હોમલેસ લોકોની જિંદગીમાં ડોકિયું થાય એવી ડૉક્યુમેન્ટરી બનાવી હતી. માત્ર બેઘર ભિક્ષુકોના ઇન્ટરવ્યુ લેવાને બદલે એડ સ્ટૅફોર્ડે બ્રિટનનાં વિવિધ શહેરોની ગલીઓમાં પૂરા ૬૦ દિવસ હોમલેસ થઈને જીવવાનું પસંદ કરેલું. જીવનજરૂરિયાત જેટલી ચીજો બૅગમાં ભરીને ભાઈસાહેબ પોતાના ઘરેથી નીકળી ગયા અને પછીના ૬૦ દિવસનું જીવન લોકો દ્વારા મળતી ભીખના ભરોસે કાઢવાનું અને

શેરી-દુકાનના પાટિયા પર સૂઈને કાઢવાનું તેણે જાતે પસંદ કરેલું. એડનું આ સાહસ પૂÊરું થઈ ગયું છે અને એની ડૉક્યુમેન્ટરી પણ તૈયાર થઈ ગઈ છે. લંડન, મૅન્ચેસ્ટર અને ગ્લાસગો જેવાં શહેરોની ગલીઓમાં હોમલેસ જીવનના અનુભવ વિશે એડની લાગણીઓ મિશ્ર છે. જ્યારે પ્રયોગની શરૂઆત કરેલી ત્યારે તેને લાગેલું કે ૬૦ દિવસમાં ઘણા દિવસો ભૂખે કાઢવા પડશે અને તેનું વજન ઘટી જશે, પણ એને બદલે પ્રયોગના અંતે તેનું છ કિલો વજન વધી ગયેલું હતું. બેઘર લોકોને ખાવા-પીવાની બાબતમાં કોઈ તકલીફ નથી પડતી એવું તેનું કહેવું છે. મોટાં શહેરોમાં લોકો રસ્તે બેઠેલા ભિક્ષુકોને સામેથી ખાવાનું આપી જાય છે. એડનું કહેવું છે કે એક રાતે તે ગ્લાસગોની શેરીમાં સૂતો હતો ત્યારે ૨૬ વૉલન્ટિયર ભિક્ષુકોને ખાવાનું વહેંચવા આવ્યા હતા અને એ શેરીમાં માત્ર બે જ ભિક્ષુક હતા. એડ જે ભિક્ષુકો સાથે વાતોચીતો કરતો હતો એમાંથી કેટલાકનું કહેવું હતું કે બેઘર થયા પછી તેમને કદી ખાવાની તકલીફ નથી પડી. હા, તેમને પોતાને ગમતું ખાવાનું જ મળે એવું નથી બનતું. હેલ્ધી ફૂડની ચૉઇસ ભલે ન મળતી હોય, પણ પેટ ફાટી જાય એટલું ખાવાનું મળી જાય છે. લંડનની ગલીઓમાં હોમલેસ જીવન ગાળનારા લોકો તો સાંજ પડ્યે ૧૦૦-૧૫૦ પાઉન્ડ એટલે કે લગભગ ૯થી ૧૩ હજાર રૂપિયા કમાઈ લે છે જે કદાચ જૉબ કરીને ઘર વસાવીને રહેતી વ્યક્તિ કરતાં પણ વધુ કમાણી છે. એડને કેટલાક એવા બેઘર લોકો પણ મળ્યા જે અંતરિયાળ ગલીઓમાં છુપાઈને રહેતા હતા અને તેમની આવતા-જતા લોકો દ્વારા ખૂબ કનડગત પણ થતી હતી. ઘણી વાર એવું બનતું કે રોડ સાફ કરનારો આવે ત્યારે તેને ઉઠાડવાની દરકાર કર્યા વિના જ પાણીથી તેને ભીંજવી દે તો ક્યારેક અડધી રાતે કોઈ તેના સામાન પર પી-પી કરી જાય. એડ કબૂલે છે કે ભલે તે આટલા દિવસ રોડ પર બેઘર બનીને રહ્યો, પરંતુ પોતાનું એક ઘર છે અને આ સ્થિતિ માત્ર ૬૦ દિવસ પૂરતી જ છે એ વાતને કારણે માનસિક પ્રતાડના બહુ ઓછી અનુભવાતી હતી.


Whatsapp-channel Whatsapp-channel

17 March, 2019 10:00 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK