Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આ ભાઈએ કેમ સીટ વિનાની સાઇકલ પર ૨૧.૫ કિલોમીટરનું સાઇક્લિંગ કર્યું?

આ ભાઈએ કેમ સીટ વિનાની સાઇકલ પર ૨૧.૫ કિલોમીટરનું સાઇક્લિંગ કર્યું?

16 February, 2019 09:43 AM IST |

આ ભાઈએ કેમ સીટ વિનાની સાઇકલ પર ૨૧.૫ કિલોમીટરનું સાઇક્લિંગ કર્યું?

સીટ વિનાની સાઈકલ !

સીટ વિનાની સાઈકલ !


વિશ્વની સૌથી અઘરી ગણાતી સાઇકલ-રેસ ‘ટૂર દ ફ્રાન્સ’માં ૨૩ દિવસના ગાળામાં લગભગ ૩૫૦૦ કિલોમીટરનું સાઇક્લિંગ કરવાનું હોય છે. પ્રોફેશનલ અને અનુભવી સાઇક્લિસ્ટો પણ તોબા પોકારી જાય એટલી કઠિન પુરુષો માટેની રેસમાં તાજેતરમાં બાવન વર્ષના એક સાઇક્લિસ્ટે વધારાનું પરાક્રમ કરી બતાવ્યું. બ્રિટિશ સાઇક્લિસ્ટ રોબ હોલ્ડને ટૂર દ ફ્રાન્સના સૌથી અઘરા ગણાતા સ્ટેજને સીટ વિનાની સાઇકલ પર ઊભા રહીને સાઇક્લિંગ કરીને પાર પાડવાનો રેકૉર્ડ બનાવ્યો છે. મોન્ટ વેન્ટુ પર્વત પર લગભગ ૨૧.૫ કિલોમીટરનું ચડાણ કરવાનું હતું ત્યારે રોબે આ રેસને વધુ પડકારજનક બનાવવા માટે પોતાની સાઇકલ પરથી સીટ કાઢી નાખી. આ કારનામા દ્વારા તે પ્રોસ્ટેટ કૅન્સરથી પીડિત લોકો માટે ભંડોળ એકઠું કરવા ઇચ્છતો હતો. રોબ હોલ્ડનનું કહેવું છે કે ‘સાઇક્લિસ્ટો મોટા ભાગે ચર્ચા કરતા હોય છે કે ચડાણ વખતે ઊભા-ઊભા સાઇક્લિંગ કરવું વધુ સહેલું છે કે બેઠાં-બેઠાં. આવી દલીલોનો કોઈ નિષ્કર્ષ નહોતો નીકળતો. કોઈકને સ્ટૅન્ડિંગ સ્ટાઇલ વધુ સરળ લાગતી તો કોઈકને સીટિંગ. જોકે આખેઆખું ચડાણ કોઈએ કદી ઊભા-ઊભા કર્યું નહોતું. ૨૦૧૩માં મેં આ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને એ દરમ્યાન બધાં જ ચડાણો સીટ પર બેસીને કયાર઼્ હતાં. આ વખતે મેં સૌથી અઘરા ચડાણમાં સીટ કાઢીને શું અનુભવ રહે છે એ જોવાનું નક્કી કર્યું. આ એક નવતર પ્રયોગ હતો જે ચૅરિટી ભંડોળ એકઠું કરવા માટે પણ ફાયદારૂપ હતો.’

આ પણ વાંચોઃ સાત વર્ષના પ્રેમ પછી યુવતીએ આ ઝૉમ્બી ઢીંગલા સાથે લગ્ન કર્યા



રોબભાઈએ બે કલાકમાં ૨૧.૫ કિલોમીટરનું સાઇક્લિંગ પૂરું કર્યું હતું અને સાઇક્લિંગ-જગતમાં જેને લગભગ ઇમ્પૉસિબલ ગણવામાં આવે છે એવું કારનામું કરનારી પહેલી વ્યક્તિ બની ગયો.


Whatsapp-channel Whatsapp-channel

16 February, 2019 09:43 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK