Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > સાત વર્ષના પ્રેમ પછી યુવતીએ આ ઝૉમ્બી ઢીંગલા સાથે લગ્ન કર્યા

સાત વર્ષના પ્રેમ પછી યુવતીએ આ ઝૉમ્બી ઢીંગલા સાથે લગ્ન કર્યા

15 February, 2019 03:22 PM IST |

સાત વર્ષના પ્રેમ પછી યુવતીએ આ ઝૉમ્બી ઢીંગલા સાથે લગ્ન કર્યા

બોલો ઝોમ્બી સાથે કરી લીધા લગ્ન

બોલો ઝોમ્બી સાથે કરી લીધા લગ્ન


અમેરિકાના મૅસેચુસેટ્સમાં રહેતી ફેલિસિટી કૅડલેક નામની વીસ વર્ષની યુવતીએ થોડા સમય પહેલાં ઝૉમ્બી લુક ધરાવતા ઢીંગલા સાથે લગ્ન કરી લીધાં. આ ઢીંગલો ૧૩મી વર્ષગાંઠે તેના પપ્પાએ ભેટમાં આપ્યો હતો. ક્રીપી ડૉલ્સનું કલેક્શન ઑનલાઇન વેચાવા નીકળેલું ત્યારે ખાસ ફેલિસિટીના કહેવાથી તેના પપ્પાએ ઢીંગલો ખરીદ્યો હતો. એનું નામ પાડવામાં આવ્યું કેલી રોસી. દેખાવમાં ભયંકર અને જોતાં જ ડરી જવાય એવો કેલી ઢીંગલો ફેલિસિટીને બહુ જ ગમી ગયો. ધીમે-ધીમે કરતાં કેલી માટે તેને પ્રેમ જન્મવા માંડ્યો અને બહેન જુવાન થતાં ગયાં એમ પ્રેમનું પાગલપન પણ વધવા લાગ્યું. હૉરર મૂવીઝનો જબ્બર શોખ ધરાવતાં આ બહેને આખરે રોડ્સ આઇલૅન્ડ પર ફરવા જવાનું થયું ત્યારે આ ઢીંગલા સાથે વિધિસર લગ્ન પણ કરી લીધાં.

આ પણ વાંચોઃ સહનશક્તિની તમામ હદ પાર કરે એવી મિલિટરી તાલીમની શરૂઆત થાઇલૅન્ડમાં



તેણે જે રિસૉર્ટમાં લગ્ન કર્યા તેમના તરફથી કેટલાક ઝૉમ્બી જાનૈયાઓની પણ તજવીજ કરવામાં આવેલી. કેટલીક બીજી ઝૉમ્બી ડૉલ્સ અને પોતાના પરિવારજનોની હાજરીમાં બહેને લગ્ન કરી લીધાં છે.


Whatsapp-channel Whatsapp-channel

15 February, 2019 03:22 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK