Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > તમે માસ્ક લઈને આવો, એની પર આ ભાઈ તમારો ચહેરો પ્રિન્ટ કરી આપશે

તમે માસ્ક લઈને આવો, એની પર આ ભાઈ તમારો ચહેરો પ્રિન્ટ કરી આપશે

01 June, 2020 10:22 AM IST | Mumbai Desk
Mumbai Correspondent

તમે માસ્ક લઈને આવો, એની પર આ ભાઈ તમારો ચહેરો પ્રિન્ટ કરી આપશે

માસ્ક પર તમારો ચહેરો પ્રિન્ટ કરી આપશે આ ભાઈ

માસ્ક પર તમારો ચહેરો પ્રિન્ટ કરી આપશે આ ભાઈ


જ્યારથી માસ્ક પહેરવાનું કમ્પલ્સરી થઈ ગયું છે ત્યારથી જાતજાતના ડિઝાઇનર માસ્ક બનાવનારાઓ ઊમટી પડ્યા છે. જોકે કેરળના કોટ્ટાયમમાં બિનેશ પૌલ નામના એક ફોટોગ્રાફરે તો હદ જ કરી દીધી છે. આ ભાઈએ જે માસ્ક બનાવ્યા છે એમાં તમારા ચહેરાને કુદરતી લુક મળી શકે એમ છે. માસ્ક પહેર્યા પછી કોઈને ઓળખવાનું મુશ્કેલ થઈ જાય છે એ સમસ્યાનો પણ એમાં ઉકેલ છે. બિનેશ પોતે ફોટોગ્રાફર હોવાથી તેણે ફોટોશૉપ અને પ્રિન્ટિંગ ઉપયોગ કરીને માસ્ક પર તમારો ચહેરો પ્રિન્ટ કરવાની ટેક્નિક તૈયાર કરી છે. પહેલાં તમારો ફોટો પાડવામાં આવે અને પછી માસ્ક પર મોંના નીચેના ભાગનું પ્રિન્ટિંગ કરી દેવામાં આવે છે. આ ટેક્નિક જસ્ટ ૬૦ રૂપિયામાં પડે છે.


Whatsapp-channel Whatsapp-channel

01 June, 2020 10:22 AM IST | Mumbai Desk | Mumbai Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK