Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સ્વિટ્ઝર્લેન્ડમાં આકાશ અંબાણીની બેચલર પાર્ટી, જાણો કોને કોને આમંત્રણ

સ્વિટ્ઝર્લેન્ડમાં આકાશ અંબાણીની બેચલર પાર્ટી, જાણો કોને કોને આમંત્રણ

23 February, 2019 04:39 PM IST |

સ્વિટ્ઝર્લેન્ડમાં આકાશ અંબાણીની બેચલર પાર્ટી, જાણો કોને કોને આમંત્રણ

આકાશ અંબાણી અને શ્લોકા મહેતા

આકાશ અંબાણી અને શ્લોકા મહેતા


અંબાણી પરિવાર વધુ એક લગ્નપ્રસંગ માટે સજ્જ છે. અંબાણી પરિવારના પુત્ર આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્નની તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. ગત વર્ષે જૂન મહિનામાં આ કપલે સગાઈ કરી હતી. ત્યારથી જ તેમના લગ્ન અંગે જુદી જુદી ચર્ચા ચાલી રહી છે. લગ્ન પહેલા પ્રિવેડિંગ ઉજવણીની પણ શરૂઆત થઈ ચૂકી છે. અંબાણી પરિવારના એન્ટિલિયામાં સંગીત સંધ્યા પણ બંને પરિવારોએ મન મૂકીને માણી હતી. હવે લગ્ન પહેલા સ્વિટ્ઝર્લેન્ડમાં આકાશ અંબાણીની બેચલર પાર્ટી યોજાવા જઈ રહી છે.

ambani family



સેન્ટ મોર્ટિઝ, સ્વિટ્ઝર્લેન્ડમાં બેચલર પાર્ટી


આકાશ અંબાણીએ પોતાના ફ્રેન્ડઝ માટે સ્વિટ્ઝર્લેન્ડના સેન્ટ મોર્ટિઝમાં 23થી 25 ફેબ્રુઆરી સુધી ગ્રાન્ડ બેચલર પાર્ટીનું આયોજન કર્યું છે. આકાશ અંબાણીના ફ્રેન્ડ્ઝને મુંબઈથી સ્વિટ્ઝર્લેન્ડ લઈ જવા માટે મુંબઈ એરપોર્ટથી 2 પ્રાઈવેટ જેટની પણ વ્યવસ્થા કરાઈ છે. મળતી માહિતી પ્રમાણે અંબાણી પરિવારે આકાશ અંબાણીની પાર્ટી માટે સ્વિટ્ઝર્લેન્ડની સૌથી મોંઘી 5 સ્ટાર હોટેલ બૅડરૂટ્ટ પેલેસ બુક કરી છે. આ હોટેલ સેન્ટ મોરિટ્ઝની નજીક આવેલી છે.

ambani


આટલા મહેમાનો રહેશે હાજર

ઈશા અંબાણીની ઈટાલીના લેક કોમોમાં થયેલી જાજરમાન સગાઈની જેમ જ બેચલર પાર્ટીમાં પણ 500 જેટલા મહેમાનોને આમંત્રણ અપાયું છે. આ લેવિશ પાર્ટીમાં બોલીવુડના સ્ટાર્સ પણ હાજર રહે તેવી શક્યતા છે. આકાશ અંબાણીના ફ્રેન્ડ બોલીવુડ સ્ટાર રણબીર કપૂર પણ આ બેચલર પાર્ટીમાં હાજર રહેવાના છે. તો એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા પણ બેચલર પાર્ટીમાં હાજરી આપે તેવી શક્યતા છે. કરણ જોહર પણ સ્વિટ્ઝર્લેન્ડમાં છે અને પાર્ટીમાં હાજર રહી શકે છે.

સજી ઉઠ્યુ છે સેન્ટ મોર્ટિઝ

ઈન્ડિયા ટુડેના રિપોર્ટ પ્રમાણે આ 3 દિવસના સેલિબ્રેશન મેજિકલ હશે. જેમાં ડ્રોન શોથી કાર્નિવલ સુધીના આયોજન છે. મહેમાનોના આનંદ માટે સ્વિટ્ઝર્લેન્ડના 'વિન્ટર વન્ડરલૅન્ડ'માં ફેરિશ વ્હીલ, બમ્પર કાર, સ્પાઈરલ સ્લાઈડ સહિતના આયોજન કરાયા છે. કોટન કેન્ડી જેવા સ્ટોલ્સ અને લેક કિનારે મ્યુઝિક મહેમાનોને તેમનું બાળપણ યાદ કરાવશે. શ્લોકા અને આકાશના પ્રિ વેડિંગ સેલિબ્રેશનમાં પીટર પાન આઈસ શઑ અને ઈન્ડિયન મ્યુઝિક પર્ફોમન્સ જેવા પણ આયોજન છે. જો કે આ તમામમાં સૌથી જોરદાર રહેશે 10 મિનિટનો ડ્રૉન શૉ.

maroon five

આકાશ-શ્લોકાના સંગીતમાં પર્ફોમ કરશે મરૂન 5

અમેરિકન પોપ રોક બેન્ડ મરૂન 5 પણ આકાશ અને શ્લોકાની સંગીત સેરેમનીમાં પર્ફોમ કરી શકે છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ શ્લોકા અને આકાશ બંને આ બેન્ડમાં મોટા ફૅન છે. એટલે જ સંગીતમાં આ બેન્ડને પર્ફોમ કરવા માટે કહેવાયું છે.

આ પણ વાંચોઃ વીડિયોઃ જુઓ કેવી છે આકાશ અંબાણી-શ્લોકા મહેતાના લગ્નની કંકોત્રી

આ આર્ટિકલ થર્ડ પાર્ટી સોર્સથી લેવામાં આવ્યો છે. gujaratimidday.com આ આર્ટિકલની વિશ્વનિયતા, નિર્ભરતા કે ડેટાની કોઈ જ જવાબદારી નથી લેતું. આ તમામ માહિતી જાણકારીના હેતુથી જ આપવામાં આવી છે.

Whatsapp-channel Whatsapp-channel

23 February, 2019 04:39 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK