Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વીડિયોઃ જુઓ કેવી છે આકાશ અંબાણી-શ્લોકા મહેતાના લગ્નની કંકોત્રી

વીડિયોઃ જુઓ કેવી છે આકાશ અંબાણી-શ્લોકા મહેતાના લગ્નની કંકોત્રી

16 February, 2019 03:55 PM IST | મુંબઈ

વીડિયોઃ જુઓ કેવી છે આકાશ અંબાણી-શ્લોકા મહેતાના લગ્નની કંકોત્રી

જુઓ આકાશ અંબાણીના લગ્નની કંકોત્રી ઝલક

જુઓ આકાશ અંબાણીના લગ્નની કંકોત્રી ઝલક


મુકેશ અને નીતા અંબાણીના પુત્ર આકાશ અંબાણી માર્ચમાં શ્લોકા મહેતા સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. અમે તમને બતાવી રહ્યા છે તેમના લગ્નની કંકોત્રીની ઝલક. આ કંકોત્રી એક ગુલાબી રંગના બોક્સમાં છે જેના પર રાધા અને કૃષ્ણની મનોહર છબિ છે. અંબાણી પરિવારે જ્યારે મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિરમાં આ કંકોત્રી ધરાવી ત્યારે તેની પહેલી ઝલક જોવા મળી હતી.

 
 
 
View this post on Instagram

The celebrations have begun. Congratulations Shloka and Akash #Shloka #Akashambani

A post shared by Viral Bhayani (@viralbhayani) onFeb 13, 2019 at 6:32am PST




આકાશ અંબાણીએ પોતાની બાળપણની મિત્ર શ્લોકા મહેતા સાથે માર્ચ 2018માં સગાઈ કરી હતી. શ્લોકા મહેતા ડાયમંડ ઉદ્યોગપતિ રસેલ મહેતા અને મોના મહેતાની સૌથી નાની દીકરી છે. આમંત્રણ પત્રિકા પ્રમાણે 9 માર્ચે લગ્ન થવા જઈ રહ્યા છે.

કંકોત્રીના બોક્સ પર ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાજી બગીચામાં બેઠા હોય તેવી છબિ છે. જેઓ મોર, ફૂલ અને એક ડિસ્કથી ઘેરાયેલા છે જે પૃથ્વીના ગોળાની યાદ અપાવે છે. બોક્સ ખોલતા જ રાધા અને કૃષ્ણની સિલ્વર મેટાલિક ફ્રેમ જોવા મળી છે. કંકોત્રીને વધુમા ખોલતા વેડિંગ કાર્ડ છે અને તેમાં ભગવાન ગણેશની તસવીર છે. જેમાં લખ્યું છે, "હે સૂર્યદેવ, તમને અમારા આકાશનો પ્રકાશ છે. તમે અમારા દરેક શ્લોકને પ્રકાશિત કરો છો." જે બાદ મુકેશ અને નીતા અંબાણીના હાથે લખાયેલી એક ખાસ નોટ છે. સાથે નાના નાના કાર્ડ છે, જેમાં લગ્નની ડિટેઈલ્સ આપવામાં આવી છે.


ambani family siddhi vinayak

અંબાણી પરિવારના રૂડા અવસરની આ કંકોત્રી કોઈ પરીકથાથી ઓછી નથી. લાઈટ્સ અને એનિમેશનના કારણે કંકોત્રી જીવંત થઈ ઉઠે છે.

આ આર્ટિકલ થર્ડ પાર્ટી સોર્સથી લેવામાં આવ્યો છે. gujarati midday.com આ આર્ટિકલની વિશ્વનિયતા, નિર્ભરતા કે ડેટાની કોઈ જ જવાબદારી નથી લેતું. આ તમામ માહિતી જાણકારીના હેતુથી જ આપવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

16 February, 2019 03:55 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK