Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > અમદાવાદમાં ૪ હિન્દીભાષી દ્વારા બાળકનું અપહરણ

અમદાવાદમાં ૪ હિન્દીભાષી દ્વારા બાળકનું અપહરણ

30 April, 2019 08:46 AM IST | અમદાવાદ

અમદાવાદમાં ૪ હિન્દીભાષી દ્વારા બાળકનું અપહરણ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


અમદાવાદ અમદાવાદ શહેરના કઠવાડા જીઆઇડીસી વિસ્તારમાંથી ૧૦ વર્ષના બાળકનું ચાર અજાણ્યા શખસોએ અપહરણ કર્યું હતું. આ અપહરણકારોએ બાળકને છોડવા માટે રૂ. ૧૦ હજારની માગ કરી હતી. જો પૈસા નહીં આપે તો બાળકને મારીને જમીનમાં દાટી દેવાની ધમકી આપી હતી. જોકે પોલીસને જાણ થઈ ગઈ હોવાની ખબર પડતાં આરોપીઓ બાળકને રસ્તામાં છોડી નાસી ગયા હતા.

કઠવાડા જીઆઇડીસીમાં આવેલા હાઉસિંગ ર્બોડના મકાનમાં રહેતા આકાશ પટણીના ઘરની બાજુમાં રોહિત પુરબિયા રહે છે. રવિવારે સાંજે આકાશ રોડ પર નાસ્તાની લારી પાસે ઊભો હતો ત્યારે બે શખસ બાઈક પર રોહિતના ભાણીયા ઋત્વિક ઉર્ફે કાળુને લઈને જતા હતા. તેણે બૂમ પાડી, આકાશ મને આ લોકો લઈ જાય છે, જેથી રોહિતે તેઓને અટકાવ્યા હતા. આ દરમ્યાન પાછળ અન્ય બે શખસ પણ બાઈક પર આવ્યા હતા. હિન્દીભાષી બાઇકચાલકોએ કહ્યું કે, બાળક જોઈએ તો ૧૦ હજાર રૂપિયા લઈને આવો.



આ પણ વાંચોઃ મુંબઈ: લોકલ ટ્રેનોમાં ચેઇન-સ્નૅચરોને જલસા


ત્યાર બાદ ધમકી આપતાં કહ્યું કે, જો અડધા કલાકમાં નહીં આવો તો બાળકને મારીને જમીનમાં દાટી દઈશું. આ અંગે આકાશે રોહિતને ફોન કરી જાણ કરી અને બાદમાં નિકોલ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસને અપહરણ થયાની જાણ કરવામાં આવી હોવાની અપહરણકારોને જાણ થતાં ઋત્વિકને મૂકી તેઓ નાસી ગયા હતા.
નિકોલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

30 April, 2019 08:46 AM IST | અમદાવાદ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK