ભારત સિવાય આ 14 દેશોમાં શરૂ થશે ગુગલ ક્લાઉડ ગેમિંગ સર્વિસ

Published: Jun 08, 2019, 17:20 IST

આ સેવાની શરૂઆત માટે Google પોતાના 'ફાઉન્ડર્સ એડિશન બંડલ' હાર્ડવેર પેકને 9.99 ડૉલરની માસિક લવાજમ સાથે 129 ડૉલરમાં વેંચશે.

ગૂગલ
ગૂગલ

તાજેતરમાં દેશમાં જ્યાં ગેમ્સને લઇને અનેક કાયદાઓ પસાર થતાં જોવા મળે છે ત્યારે Google એ ભારત સિવાય વિશ્વના 14 દેશોમાં ક્લાઉડ ગેમિંગ સર્વિસ શરૂ કરી છે. જેને વાપરવા માટે યૂઝર્સે કેટલાક રૂપિયાની મેમ્બરશિપ લેવી પડશે જેના પછી તે આ સુવિધાનો લાભ મેળવી શકશે. એટલું જ નહીં આનાથી તેમને ફાયદો એ થશે કે તેમને કોઇપણ ગેમિંગ સોફ્ટવેર ડાઉનલોડ કરવાની જરૂર નહીં પડે.

ગૂગલે જાહેર કરી નવી સેવા
ગૂગલે વીડિયો ગેમ સ્ટ્રીમિંગ સેવા 'સ્ટાડિયા' વિશે કેટલાક નવા વિવરણો જાહેર કર્યા છે. આ સેવા નવેમ્બર મહિનાથી 14 દેશોમાં ઉપલબ્ધ થશે. નવી માહિતી ગુરુવારે જાહેર કરવામાં આવી. આ સેવાની શરૂઆત માટે ગૂગલે પોતાના 'ફાઉન્ડર્સ એડિશન બંડલ' હાર્ડવેર પેકને 9.99 ડૉલરની માસિક લવાજમ સાથે 129 ડૉલરમાં વેંચશે. યૂરોપમાં આની કિંમત 129 યૂરો અને માસિક લવાજમ 9.99 યૂરો પ્રતિ મહિનો રહેશે.

Googleગૂગલ (ફાઇલ ફોટો)

ઇન્ટરનેટ ક્લાઉડને કારણે શક્ય થશે આ સુવિધા
ગેમિંગના આ નવા પ્લેટફોર્મનું લક્ષ્ય નેટફ્લિક્સની જેમ મેમ્બરશિપ મેળવવાનું છે જે પણ પ્લેયર્સને ક્લાઉડમાં ગેમ રમવાની સુવિધા આપશે. ઇન્ટરનેટ ક્લાઉડને કારણે આ સુવિધા શક્ય બની શકશે.

મેમ્બરશિપ લેતા સભ્યોને મફતમાં મળશે ગેમ્સ
આને કારણે ગેમિંગ બિઝનેસ પર ભારે નુકસાન પડી શકે છે, કારણકે યૂઝર્સ ડિસ્ક કે ડાઉનલોડ પર કન્સોલ તેમ જ ગેમ સૉફ્ટવેરથી બચી જશે. મેમ્બરશિપ લેતા સભ્યોને મફતમાં ગેમ્સ મળશે અને તે કેટલાક બ્લૉકબસ્ટર ટાઇટલ પણ ખરીદી શકશે.

આ પણ વાંચો : કારમાં એવા ટાયર આવશે જેનાથી તમને હવા ભરવાની ઝંઝટ નહી રહે અને પંચર નહી પડે

આ 14 દેશોમાં શરૂ થશે ગૂગલ ક્લાઉડ ગેમિંગ સર્વિસ
આ સર્વિસની શરૂઆત 14 દેશોમાં કરવામાં આવશે. જેમાં અમેરિકા, બ્રિટેન, બેલ્જિયમ, કેનેડા, ડેનમાર્ક, ફિનલેન્ડ, ફ્રાન્સ, જર્મની, આયર્લેન્ડ, ઇટાલી, નેધરલેન્ડ, નોર્વે, સ્પેન અને સ્વીડનમાં લૉન્ચ કરવામાં આવશે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK