કારમાં એવા ટાયર આવશે જેનાથી તમને હવા ભરવાની ઝંઝટ નહી રહે અને પંચર નહી પડે

Published: Jun 07, 2019, 18:41 IST | મુંબઈ

મિશેલીન અને જનરલ મોટર્સ દ્વારા નવી જનરેશનનું એક ટાયર તૈયાર કરાયું છે. આ ટાયરની વિશેષતાની વાત કરીએ તો તેમાં પંચર પડવાની કોઇ સમસ્યા નહી રહે અને તેમાં હવાની પણ જરુર નહી પડે.

હવા વગરનું ટાયર
હવા વગરનું ટાયર

ભારતમાં કારનું માર્કેટ વધી રહ્યું છે. ત્યારે તેને મેનટેન કરવાનો ખર્ચો પણ વધી રહ્યો છે. જેમાં ટાયર પંચર અને હવા ભરવા જેવી બાબતોનું પણ ધ્યાન રાખવું પડે છે. ત્યારે આવા કાર માલિકો માટે એક સારા સમાચાર આવી રહ્યા છે. મિશેલીન અને જનરલ મોટર્સ દ્વારા નવી જનરેશનનું એક ટાયર તૈયાર કરાયું છે. આ ટાયરની વિશેષતાની વાત કરીએ તો તેમાં પંચર પડવાની કોઇ સમસ્યા નહી રહે અને તેમાં હવાની પણ જરુર નહી પડે.

Airless Tyre (PC : Google)
આ નવા ટાયરનો 2024 સુધીમાં વિશ્વભરમાં ઉપયોગ શરૂ થઇ જશે
આ નવા ટાયરને કંપની દ્વારા અપટિસ નામ આપવામાં આવ્યું છે. આ ટાયરને જોઈન્ટ રિચર્સ એગ્રિમેન્ટ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આ ટાયર 2024 સુધી વિશ્વભરના વાહનોમાં આવી જશે તેવું કંપનીનું માનવું છે. સૌપ્રથમ આ ટાયરનું નિર્માણ તો કરી દેવાયું છે પણ તેનું પરિક્ષણ હજી બાકી છે. કંપનીઓ સાથે મળીને આ ટાયરનું પરિક્ષણ ટૂંક સમયમાં જ શરુ કરી દેશે.છેલ્લા 5 વર્ષથી આ પ્રકારના ટાયર બનાવવામાં આવી રહ્યા છે
કંપની આ ટાયર બનાવવા પાછળ પાંચ વર્ષથી કામ કરી રહી છે અને આગામી સમયમાં આ ટાયરને આખા વિશ્વમાં લોંચ કરવામાં આવશે. આ કારણે પંચરની સમસ્યાથી જ લોકોને છૂટકારો મળી જશે. આ ટાયરને એવા ખાસ મટિરિયલથી બનાવવામાં આવ્યું છે કે જેના દ્વારા ટાયર રસ્તા પર પોતાની ખાસ્સી પકડ બનાવીને રાખશે.

આ પણ જુઓ : Auto Expo 2016 : બૉલી-ટેલી સ્ટાર્સ સહિત ખેલાડીઓની ચમક

આ ટાયરથી લોકોની સફર સુરક્ષીત થવાનો દાવો કપંની કરી રહી છે
આ કંપની એવો દાવો કરી રહી છે કે આ ટાયરના આવવાથી લોકોની સફર ઘણી સુરક્ષિત થઇ જશે. દૂનિયામાં કરોડ જે ટાયર કચરો થઈ જાય છે તેનાથી પણ છૂટકારો મળશે. ઉલ્લેખનીય છે કે આ ટાયરના ફિર્ચસની સાથે તમારે પૈસા પણ વધારે જ ચૂકવવાના થશે પણ હાલ તો કંપની દ્વારા કિંમતને લઈને કોઈ જ ખૂલાસો કરવામાં આવ્યો નથી. એક વાત પાક્કી છે આવનારા સમયમાં આ ટાયર વાહનોમાં જગ્યા લઈ લેશે અને તેનાથી પંચર અને હવાની ઝંઝટમાં લોકોને છૂટકારો મળશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK