વેલિંગ્ટનમાં માઉન્ટ વિક્ટોરિયા આઉટલુક પૉઇન્ટથી લઈને ન્યુ ઝીલૅન્ડનું જૂનામાં જૂનું ક્રિકેટ સ્ટેડિયમ બેઝિન રિઝર્વ ગ્રાઉન્ડ અને શૉપિંગ માટે પ્રખ્યાત ક્યુબા સ્ટ્રીટની સફર મજાની છે
ન્યુઝી લેન્ડ
ભારતમાંથી ફેરીનું આરક્ષણ કરતી વખતે અંદાજ હતો જ કે વેલિંગ્ટન પહોંચતાં રાત પડી જશે, કારણ કે શિયાળાના હિસાબે દિવસો ટૂંકા જ હોવાના. હોટેલ વેલિંગ્ટનના બારાથી નજીક જ હોવી જોઈએ એટલે રાત્રે વધારે કડાકૂટ ન થાય. ઇન્ટરનેટ પર તપાસ કરતાં ખબર પડી કે વેલિંગ્ટન અને અમારા આગલા પડાવ રોટોરુઆમાં એક જ ગ્રુપની હોટેલો આવેલી છે. એકમાં બુક કરાવો તો બીજા સ્થળે એ જ ગ્રુપની હોટેલમાં એકદમ વાજબી કહો કે ઓછા ભાવે તમને રૂમ મળી જાય. સામાન્ય રીતે વિદેશોમાં આપણે લગભગ બહાર જ રખડતા હોઈએ છીએ. હોટેલ તો ફક્ત થોડા વિરામ માટે અથવા કહો કે રાત્રે સૂવા માટે જ ઉપયોગમાં લેવાતી હોય છે. ફાઇવસ્ટારના ખોટા ધખારા ન રાખતાં મધ્યમ દરજ્જાની સારી હોટેલ હોય તો ચાલી જાય. ફાઇવસ્ટાર હોટેલનો એક આગવો અંદાજ, અલગ જ મિજાજ હોય છે એની ના નહીં; પરંતુ વધુ રખડવાનો શોખ ધરાવતા પ્રવાસીઓએ આ વિચારવા જેવું ખરું નહીં? અહીં અમારી હોટેલ હતી હોટેલ કૅપથૉર્ન (Copthorne), જે એકંદરે ઘણી જ સારી હોટેલ હતી. સૌથી મોટું આકર્ષણ કહો કે ફાયદો કહો - આ હોટેલ એકદમ જ બારાની સામે આવેલી છે.
![Read more article into app... read-more-banner](https://www.gujaratimidday.com//assets/images/image-dk.png)
![Read more article into app... read-more-banner](https://www.gujaratimidday.com//assets/images/image-mb.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)