Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સેક્સ એન્ડ રિલેશનશિપ > આર્ટિકલ્સ > અચાનક જ પૅનિસ પહેલાં કરતાં નાનું થઈ ગયું છે

અચાનક જ પૅનિસ પહેલાં કરતાં નાનું થઈ ગયું છે

06 March, 2024 08:14 AM IST | Mumbai
Dr. Mukul Choksi | askgmd@mid-day.com

પ્રોફેશનલ વ્યક્તિ સાથે સેક્સ કરવાથી શિશ્ન નાનું થઈ જાય એવું વિચારવું વ્યર્થ છે.

પ્રતીકાત્મક તસવીર

કામવેદ

પ્રતીકાત્મક તસવીર


મારી ઉંમર ૪૬ વર્ષ છે. લગ્નને વીસેક વર્ષ થઈ ગયાં. હમણાંથી મને જલદી સ્ખલન થવાની સમસ્યા શરૂ થઈ છે. પહેલાં લગભગ ૧૦થી ૧૫ મિનિટ સુધી ઉત્તેજના ટકતી હતી, પણ હમણાંથી બહુ વહેલું ઑર્ગેઝમ આવી જાય છે. વચ્ચે પત્ની સાથે વિવાદ ચાલતો હતો એટલે લગભગ ચાર મહિના માત્ર હસ્તમૈથુનથી જ ચલાવેલું. એ ગાળા દરમ્યાન હું બે વાર કૉલગર્લ પાસે જઈ આવેલો. હવે પત્ની સામેથી પૅચ-અપ કરી રહી છે પણ હમણાંથી મને જલદી સ્ખલન થઈ જાય છે. એને કારણે પાટે ચડેલી સેક્સલાઇફની ગાડીમાં ફરી તાણ ઊભી થવા માંડી છે. તેને શંકા રહ્યા કરે છે કે હું બીજે રસ ધરાવવા લાગ્યો હોવાથી તેની સાથે સમાગમ દરમ્યાન મને ઝાઝી ઉત્તેજના નથી રહેતી. હમણાંથી શિથિલ અવસ્થામાં શિશ્ન નાનું થઈ ગયું હોય એવું લાગે છે. ઉત્તેજના આવે ત્યારે પણ શિશ્ન પહેલાં કરતાં નાનું જ દેખાય છે. દસેક દિવસથી માલિશ કરું છું, પણ કોઈ ફરક નથી. શું કૉલગર્લ પાસે જવાથી આવું થયું હોઈ શકે છે? હવે મારે શું કરવું જોઈએ?
વિરાર

પ્રોફેશનલ વ્યક્તિ સાથે સેક્સ કરવાથી શિશ્ન નાનું થઈ જાય એવું વિચારવું વ્યર્થ છે. ઇન ફૅક્ટ, પ્રાઇવેટ પાર્ટની સાઇઝ સંકોચાવા લાગે એ વાત જ વ્યર્થ છે, ખોટી અને ભ્રામિક છે માટે એવું માનવાનો કે ધારવાનો કોઈ અર્થ નથી; પણ હા, અંગત સંબંધોમાં તાણની અસર સેક્સલાઇફમાં પણ વર્તાય એ સ્વાભાવિક છે. તમને પહેલાં જેટલી વધુ સમય સુધી ઉત્તેજના નથી ટકતી એની પાછળ ઘણાં કારણ હોઈ શકે છે. એમાં સૌથી મોટું કારણ મને લાગે છે એ છે તમારી પત્ની સાથેના સંબંધોમાં તાણ. 



પહેલાં તમે વાઇફ સાથેના મનભેદ અને મતભેદને સુલઝાવવાની કોશિશ કરો, પત્નીની અપેક્ષાઓ સમજો અને એ અપેક્ષાઓ પૂરી કરવાના પ્રયાસ કરો. બીજું, તમે જે એજ કહી છે એ જોતાં સૂચન કરવાનું મન થાય છે કે તમારે હવે બ્લડ-પ્રેશર અને બ્લડ-શુગરનું ચેકઅપ પણ કરાવી લેવું જોઈએ. રક્તપ્રવાહની તકલીફની શરૂઆત હોય ત્યારે પણ શીઘ્ર સ્ખલનની સમસ્યા આવી શકે છે. આ બે વાત પર ફોકસ કરીને આગળ વધો. જો બ્લડ-પ્રેશર કે બ્લડ-શુગર હશે તો એની મેડિસિન શરૂ થતાં તરત જ તમને સકારાત્મકતા જોવા મળશે અને ધારો કે એવું નહીં હોય અને વાઇફ સાથેના મનભેદ-મતભેદનો મુદ્દો હશે તો પણ ફરક પડે. બાકી, ઇન્દ્રિયની લંબાઈ કે મજબૂતાઈમાં કોઈ ફરક નથી પડતો હોતો.


Whatsapp-channel Whatsapp-channel

06 March, 2024 08:14 AM IST | Mumbai | Dr. Mukul Choksi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK